સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું- અમુક પ્લેટફર્મ્સ પર પોર્નોગ્રાફી દેખાડવામાં આવે છે, OTT પર દર્શાવવામાં આવતી કન્ટેન્ટનું સ્ક્રીનિંગ થવું જોઈએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 15:08:33
  • Views : 320
  • Modified Date : 2021-03-04 15:08:33

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓવર ધી ટોપ એટલે કે OTT પ્લેટફર્મ્સ પર જે પણ કન્ટેન્ટ દર્શાવવામાં આવે છે તેનું સ્ક્રિનિંગ થવું જોઈએ. કારણ કે અમુક પ્લેટફર્મ્સ પર પોર્નોગ્રાફી પણ દર્શાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા અને ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સને રેગ્યુલેટ કરવા માટે બનાવવામાં આવેલી નવી ગાઈડલાઈન સોંપવાનું કહ્યું છે.

    સુપ્રીમ કોર્ટ એમેઝોનની ક્રિએટિવ હેડ અપર્ણા પુરોહિતના આગોતરા જામીન પર સુનાવણી કરી રહ્યા હતા. વેબ સીરીઝ તાંડવમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન થવા અને વડાપ્રધાન જેવા બંધારણીય પદ સાથે રમત કરવાના આરોપ પછી ઉત્તર પ્રદેશના ત્રણ શહેરો લખનઉ, નોઈડા અને શાહજહાંપુરમાં FIR દાખલ થઈ છે.

    લખનઉમાં નોંધાયેલી FIRમાં એમેઝોનના ક્રિએટિવ હેડનું પણ નામ છે. તેમના વિરુદ્ધ તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેણે હાઈકોર્ટે નકારી દીધી છે. ત્યારપછી તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાંથી તેમને આજે પણ જામીન નથી મળ્યા. આ મામલે સુનાવણી શુક્રવાર સુધી ટાળી દેવામાં આવી છે.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફિલ્મો જોવાની ટ્રેડિશન પદ્ધતિ હવે જૂની થઈ ગઈ છે. લોકોનું ઈન્ટરનેટ પર ફિલ્મો જોવુ કોમન છે. ત્યારે અમારો સવાલ છે કે, શું આનું સ્ક્રિનિંગ ના થવું જોઈએ?    

    આ પહેલાં એમેઝોનના ક્રિએટિવ હેડ તરફથી રજૂ થયેલા વકીલે કહ્યું કે, અપર્ણા પુરોહિત એમેઝોનની એમ્પલોઈ છે. આ કેસમાં પ્રોડ્યુસર અને એક્ટર આરોપી છે. કંપની આરોપી નથી. માત્ર પબ્લિસિટી મેળવવા માટે તેમની આ કેસમાં સંડોવણી કરવામાં આવી રહી છે.સૈફ અલી ખાન, મોહમ્મહ જીશાન અયુબ અને ડિમ્પલ કાપડિયા સ્ટારર તાંડવ વેબ સીરીઝ જાન્યુઆરીમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ હતી. સીરીઝના ઘણાં સીન્સને લઈને વિવાદ ઉભો થયો હતો. તેમાં હિન્દુ દેવી દેવતાઓનું અપમાન, પોલીસની ખોટી છબી દર્શાવવા અને વડાપ્રધાન જેવા બંધારણીય પદની ગરીમા સાથે રમત કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138