અમરનાથ યાત્રા શરૂ ઃ૨૨૩૪ શ્રદ્ધાળુ દર્શન માટે રવાના થયાજમ્મુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 13:34:59
  • Views : 503
  • Modified Date : 2019-07-02 13:34:59

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે વાર્ષિક અમરનાથ યાત્રા આજે સઘન સુરક્ષા વચ્ચે શરૂ થઇ હતી. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે સવારમાં ૨૨૩૪ શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો કેમ્પથી રવાના કરવામા ંઆવ્યો હતો. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચેલા તમામ શ્રદ્ધાળુઓનુ જુદી જુદી જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ૯૩ વાહનોમાં ૨૨૩૪ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ગુફા સુધી જવા માટે  બે રસ્તા છે. જે પૈકી પહેલગામથી ૧૩૦ મહિલાઓ, સાત બાળકો અને ૪૫ સંતો સહિત ૧૨૨૮ શ્રદ્ધાળુઓ રવાના થયા છે. બાલટાળથી ૨૦૩ મહિલાઓ અને ૧૦ બાળકો સહિત ૧૦૦૬ શ્રદ્ધાળુઓ રવાના થયા છે. વિમાની માર્ગે, ટ્રેન મારફતે પણ પહોંચી શકાય છે. પહેલગામ અથવા બાલતાલ સુધી કોઈપણ વાહનથી પહોંચી શકાય છે પરંતુ ત્યારબાદ ચાલતા જવાનું હોય છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જાડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે.જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી છે. પહેલગામ અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ તરીકે છે.


Download Our B K News Today App



Related News