અમરનાથ યાત્રા : 15,000 શ્રદ્ધાળુઓને સેનાએ સુરક્ષિત બહાર કાઢ્યા: 40 હજૂ પણ ગુમ, 16ના થયા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 11:34:20
  • Views : 259
  • Modified Date : 2022-07-09 11:34:20


અમરનાથ યાત્રા : 15,000 શ્રદ્ધાળુઓને સેનાએ સુરક્ષિત બહાર કાઢ્યા: 40 હજૂ પણ ગુમ, 16ના થયા મોત


જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સાંજ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગુફાની પાસ ભારે પાણીના વહેણમાં કેટલાય શ્રદ્ધાળુ તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. તો વળી 40 લોકો ગુમ થયા છે. કહેવાય છે કે, ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. 


રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળ પર આઈટીબીપી અને એનડીઆરએફની ટીમો લાગી ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, સેનાએ અત્યાર સુધીમાં 15 હજાર શ્રદ્ધાળુઓને સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દીધા છે. તો વળી NDRFના ડીજી અતુલ કરવાલે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે. અને 40ની આસપાસ લોકો ગુમ છે. રાતના સાડા ચાર કલાક સુધી રેસ્ક્યૂ કામ ચાલતું હતું. બાદમાં વરસાદ શરૂ થતાં રાહત અને બચાવ કાર્ય રોકી દેવામાં આવ્યું હતું. હવે આજે ફરી સવારના 6 વાગ્યાથી કામ શરૂ કરી દીધું છે. 


 


 


Download Our B K News Today App



Related News