એલિસા પેરીએ તેના એક શોર્ટથી કારને નિશાન બનાવી, કારનો કાચ તુટી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-05 13:58:09
  • Views : 104
  • Modified Date : 2024-03-05 13:58:09

ક્રિકેટ મેચમાં એવું જોવા મળતું હોય છે કે, કોઈ કારને ઈનામ તરીકે રાખવામાં આવી હોય તો ક્યારેક મેન ઓફ ધ સીરિઝ માટે પણ રાખવામાં આવી હોય. આ વખતે પણ વિમેન્સ પ્રીમિયર લીગમાં એક કાર રાખવામાં આવી છે. આ કાર છે ટાટા પંચ. મેચ દરમિયાન આ કારને અનેક વખત દેખાડવામાં આવતી હોય છે પરંતુ એક ખેલાડીએ પોતાના બેટથી એવો શોર્ટ રમ્યો કે, આ કારને નિશાન બનાવ્યું હતુ.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચ જેમાં આરસીબીની બેટ્સમેન એલિસા પેરીએ તેના એક શોર્ટથી કારને નિશાન બનાવી છે. આ મેચમાં યૂપીની કેપ્ટન એલિસા હિલીએ ટૉસ જીતી પહેલા બેટિંગ પસંદગી કરી હતી. આરસીબીની ટીમે બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવી 198 રનનો સ્કોર બનાવ્યો હતો. પેરીએ 37 બોલમાં 4 ચોગ્ગા અને 4 સિક્સની મદદથી 58 રનની ઈનિગ્સ રમી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 80 રન બનાવ્યા હતા.જ્યારે પેરી મેદાનમાં રમી રહી હતી, ત્યારે સૌ કોઈની નજર તેના પર હતી. પેરીએ આ મેચમાં ઈનામમાં આપવામાં આવનારી કારનો કાચ તોડી નાંખ્યો હતો. આરસીબીએ 19મી ઓવર ચાલું હતુ અને આ ઓવર દિપ્તી શર્મા નાંખી રહી હતી. પાંચમા બોલ પર પેરીએ લોન્ગ ઓન તરફ શોર્ટ રમ્યો. આ શોર્ટ સાઈડમાં ઉભેલી ટાટા પંચની બારી પર લાગ્યો હતો. અને કારનો કાચ તુટી ગયો હતો

Download Our B K News Today App



Related News