અલ્પેશ ઠાકોરને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-06 18:43:46
  • Views : 787
  • Modified Date : 2019-07-06 18:43:46

કોંગ્રેસના હોદ્દાઓથી છેડો ફાડયો હોવાની ડંફાશો મારનારા અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે ધારાસભ્ય પદ બચાવવા માટે હવાતિયા માર્યા હતા, પણ ક્રોસ વોટિંગ બાદ ગરજ સરી કે તૂર્ત જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા દોડયો હતો.આ ઘટનાક્રમ રાજકીય અને નૈતિક અધપતનની પરાકાષ્ટાનું ઉદાહરણ છે. કાંચિડાની જેમ રંગ બદલવામાં માહેર અને પોતાના સમાજે જેને જાકારો આપ્યો છે તેવા આ રાજકારણીને ભાજપ પોતાના પક્ષમાં પ્રવેશ કરાવીને પોતે પણ ચોરના ભાઈ ઘંટી ચોર છે તેવું સાબિત કરવા માગે છે તેવો સૂર રાજકીય વર્તુળોમાં વહેતો થયો છે.ત્યારે અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવવા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આમંત્રણ આપ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અલ્પેશ ઠાકોરને આમંત્રણ આપતા કહ્યું કે, સમાજ સેવા માટે કોઈ પાર્ટીમાં જોડાવવું જરૂરી છે, પાર્ટી એ સમાજ સેવા માટેનું એક માધ્યમ છે.અત્યાર સુધી અલ્પેશ ભોળા ઠાકોર સમાજના ખભે બંદૂક મૂકી અંતરાત્માની વાતો કરતો હતો પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં જે હરકત કરી છે તેનાથી સાબિત થયું છે કે, તેનામાં અંતરાત્મા જેવું કંઈ છે જ નહિ, નફ્ફટાઈની પણ તેણે હદ વટાવી દીધી છે. અત્યાર સુધી એવી ડંફાસો મારતો રહ્યો હતો કે, તે તેના સમાજની સેવા માટે આવ્યો છે પરંતુ ભાજપ તરફના સ્પષ્ટ ઝોકના કારણે પોતે જ સાબિત કરી દીધું છે કે, સેવા કે સંઘર્ષ નહિ પણ મેવા ખાવા માટે જ તે રાજકારણમાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News