નૂપુર શર્માનો વીડિયો જોવા બાબતે છરી માર્યાનો આરોપ : જાહેરમાં યુવકને છરીના 6 ઘા મરાયા; ફરિયાદમાંથી નૂપુરનું નામ હટાવાયું પછી પોલીસે FIR નોંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 11:20:20
  • Views : 285
  • Modified Date : 2022-07-19 11:20:20

નૂપુર શર્માનો વીડિયો જોવા બાબતે છરી માર્યાનો આરોપ : જાહેરમાં યુવકને છરીના 6 ઘા મરાયા; ફરિયાદમાંથી નૂપુરનું નામ હટાવાયું પછી પોલીસે FIR નોંધી

 

રાજસ્થાન અને મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં નૂપુર શર્માના સમર્થક પર હુમલો થયો છે. નૂપુર શર્માનો વીડિયો જોવા બાબતે સીતામઢીના અંકિત ઝા પર છરી વડે હુમલો કર્યો હતો. બજારમાં દોડાવી- દોડાવીને અંકિત પર છરીના 6 ઘા મારીને હુમલો કરવામાં આવ્યો હતો. અંકિતની હાલત નાજુક છે. દરભંગાના DMCHના ICUમાં તેની સારવાર ચાલી રહી છે. અંકિત પર છરી વડે કરાયેલા હુમલા બાદનો વીડિયો પણ સામે આવ્યો છે.

મોબાઈલમાં નૂપુરનો વીડિયો જોવા બાબતે ગુસ્સે ભરાયા હતા
કહેવામાં આવી રહ્યું છે કે અંકિત પાનની દુકાનમાં પાન ખાવા ગયો હતો. આ દરમિયાન તે મોબાઈલમાં નૂપુર શર્માનો વીડિયો જોઈ રહ્યો હતો. એ દરમિયાન મોહમ્મદ બિલાલ સહિત 3 લોકો પાનની દુકાને આવ્યા હતા અને મોબાઈલમાં નૂપુર શર્માનો વીડિયો જોયા બાદ ગુસ્સે ભરાતાં અંકિત પર હુમલો કરી દીધો હતો.

હુમલો કરનારા યુવકોએ પહેલા અંકિતના ચહેરા પર સિગારેટનો ધુમાડો ઉડાડ્યો હતો. ત્યાર બાદ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ બાબતે વિરોધ કરવા પર ત્રણેયએ અંકિતની જમણી બાજુએ કમર પાસે છરીના ઘા મારી હુમલો કર્યો હતો. અંકિત ઝા નાનપુરના બહેરા ગામનો રહેવાસી છે.

મામલો ભીનો સંકેલવાનો પોલીસ પર આરોપ
આ મામલો 16 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે પીડિતના પરિવારની ફરિયાદ ત્યારે નોંધી, જ્યારે ફરિયાદમાંથી નૂપુરનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો હતો. પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. હવે મુખ્ય આરોપી પોલીસ પકડમાંથી પણ બહાર છે. એસપી હર કિશોર રાયનું કહેવું છે કે પીડિત અને આરોપીઓ નશો કરી રહ્યા હતા. આ પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલે નૂપુર શર્મા સાથે જોડાયેલા કોઈ વિવાદનો એસપીએ ઈનકાર કર્યો હતો.

5 લોકોને બનાવ્યા આરોપી
સમગ્ર મામલે પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઊભા થઈ રહ્યો છે. આરોપ છે કે પરિવારજનોએ પહેલા ફરિયાદ કરી હતી, એમાં નૂપુર શર્માનો ઉલ્લેખ હતો. પોલીસે ફરિયાદમાં ફેરફાર કરવા માટે કહ્યું હતું, નૂપુર શર્માના ઉલ્લેખને દૂર કર્યા બાદ જ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે નાનપુર ગામના ગૌરા ઉર્ફે મોહંમદ નિહાલ, મો. બિલાલ સહિત અન્ય પાંચને આરોપી બનાવવામાં આવ્યા છે. FIR બાદ પીડિતના પરિવારને સતત ધમકીઓ મળી રહી છે.

 

 

Download Our B K News Today App



Related News