કારમાં સવાર તમામ લોકોએ સીટબેલ્ટ પહેરવો પડશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની3 દિવસ ખાસ ડ્રાઈવ

  • Published By :
  • Published Date : 2022-09-07 17:58:39
  • Views : 266
  • Modified Date : 2022-09-07 17:58:39

અમદાવાદમાં પણ હવે કારમાં બેસેલા તમામ વ્યક્તિએ ફરજીયાત સીટ બેલ્ટ પહેરવો પડશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ 3 દિવસીય ડ્રાઈવ કરશે. આ 3 દિવસની ઝૂંબેશમાં સીટ બેલ્ટ પહેરવા લોકોને જાગૃત કરવામાં આવશે. ટ્રાફિક ડ્રાઈવને લઈ પોલીસે દંડની વસૂલાત માટે કોઈ ટાર્ગેટ અપાયો નથી. કારમાં બેસેલા તમામ લોકોએ સીટબેલ્ટ પહેરવો પડશેપોલીસ લોકોને સીટબેલ્ટ મુદ્દે જાગૃત કરશે.અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની 3 દિવસ માટે સીટબેલ્ટ પહેરવા અંગે ખાસ ડ્રાઈવ યોજાશે. કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવાની જાગૃતિ આવે તે માટે આ દ્રાઈવ કરવામાં આવશે.પોલીસ અધિકારીનું કહેવું છે કે દંડની વસૂલાત માટે હાલ કોઈ સૂચના નથી પણ પોતાની સુરક્ષા એ વાહન ચાલકની જવાબદારી હોવાથી ત્રણ દિવસની ઝૂંબેશમાં માત્ર સમજાવટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટાટા ગ્રુપ ના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી નું અકસ્માત માં મોત થતાં શહેર પોલીસે આ પગલું ભર્યું છે. 

Download Our B K News Today App



Related News