અલીગઢ: વરસાદના કારણે મકાનની દિવાલ પડી, સ્કૂલેથી આવતા બાળકો પર આફત આવી, 2 માસૂમના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 15:12:40
  • Views : 310
  • Modified Date : 2022-07-30 15:12:40


અલીગઢ: વરસાદના કારણે મકાનની દિવાલ પડી, સ્કૂલેથી આવતા બાળકો પર આફત આવી, 2 માસૂમના મોત


ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં શનિવાર બપોરે મોટી દુર્ઘટના ઘટી ગઈ. વરસાદના કારણે હુસૈનપુર શહજાદપુર વિસ્તારમાં નિર્માણાધીન મકાની દિવાલ પડી જવાથી સાત બાળકો દબાવી ગયા હતા. આ દુર્ઘટનામાં બે બાળકોના મોત પણ થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સીએચસી છર્રામાં ભરતી કરવામાં આવ્યા છે. 


જિલ્લાના દાદો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. અહીં હુસૈનપુર શહઝાદપુરમાં એક મકાન બની રહ્યું છે. તેની નજીકમાં શાળામાંથી ભણીને ઘરે જઈ રહેલા બાળકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક નિર્માણાધીન મકાનની દિવાલ ધડામ દઈને પડી. કોઈ કંઈ સમજે ત્યાં સુધીમાં તો 7 બાળકો દટાઈ ગયા હતા. આ જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક કાટમાળ હટાવાનનું કામ શરુ કરી દીધું હતું. પોલીસ પ્રશાસનને પણ સૂચના આપી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ અને ગામલોકોએ મળીને જેસીબીની મદદથી બાળકોને બહાર કાઢ્યા હતા. જો કે, ત્યાં સુધીમાં બે બાળકોના મોત થઈ ચુક્યા હતા. તો વળી આ ઘટનામાં પાંચ બાળકો ઘાયલ પણ થયા છે. જેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલમાં ઘાયલ બાળકોની હાલત પણ ગંભીર હોવાનુ કહેવાય છે. 


Download Our B K News Today App



Related News