મનોરંજન - B'Day પર આલિયાનો જલવો : ફિલ્મ RRRની સીતાના લૂકમાં અપ્સરા કરતા ઓછી નથી લાગતી એક્ટ્રેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 13:21:13
  • Views : 352
  • Modified Date : 2021-03-15 13:21:13

    છેલ્લા ઘણા સમયથી ફેન્સ આલીયાના આ લૂકને લઇને ઉત્સાહિત હતા. આજે જ આલિયા ભટ્ટે પોતાના જન્મદિવસના દિવસે તસવીર શૅર કરી છે. જેમાં તે દમદાર લાગી રહી છે. આલિયા ભટ્ટે લીલી સાડી પહેરી છે અને તેની આગળ પૂજાની ટોકરી રાખેલી છે. આ ફિલ્મને બાહુબલીના ડિરેક્ટર SS રાજામૌલી ડાયરેક્ટ કરી રહ્યાં છે. સીતા તરીકે આલિયાનો આ લૂક સાધારણ છે તેમ છતાં ઘણો જ શાનદાર છે. આ પહેલા પણ મેકર્સે આલિયાનો એક લૂક રિલીઝ કર્યો હતો. જેમાં આલિયાની ઝલક દેખાઇ રહી હતી. બ્લેક શેડેડ જગ્યાએ આલિયા બેઠી છે અને ભગવાન રામની મૂર્તિ છે. એવુ લાગી રહ્યુ છે કે તે કોઇ મંદિરમાં બેઠી છે અને ભગવાન સામે જોઇ રહી છે. 

    આ ફિલ્મમાં આલિયાની સાથે જુનિયર એનટીઆર, અજય દેવગણ અને રામ ચરણ તેજા પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ એક પિરીયડ ડ્રામાં ફિલ્મ છે અને આ એક્ટર્સ પહેલી વાર સાથે કામ કરશે. આ ફિલ્મ 2 મહાન સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની કહાણી પર આધારિત છે. આ બંને લોકોએ માત્ર અંગ્રેજોને જ નહી પરંતુ હૈદરાબાદના નિઝામને પણ હૈદરાબાદમાંથી હાંકી કાઢ્યા હતા. આ ફિલ્મને 10 ભાષાઓમાં રિલીઝ કરવામાાં આવશે. કહેવામાં આવી રહ્યુ છે કે 13 ઓક્ટોબર 2021ના રોજ આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થશે. 

 

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139