આલિયા ભટ્ટ-રણબીર કપૂર પરિવાર-મિત્રોની હાજરીમાં રણથંભોરમાં આજે સગાઈ કરશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 12:43:18
  • Views : 370
  • Modified Date : 2020-12-30 12:43:18

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ સિંહ, રિદ્ધિમા કપૂર મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ તમામ જયપુર સુધી ફ્લાઈટમાં અને પછી કારમાં રણથંભોર ગયા હતા. પહેલાં એવી ચર્ચા હતી કે કપૂર તથા ભટ્ટ પરિવાર નવું વર્ષ સાથે સેલિબ્રેટ કરશે. જોકે, હવે એવી ચર્ચા થઈ રહી છે કે રણબીર તથા આલિયા આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ સગાઈ કરવાના છે. બોલિવૂડ સ્ટાર્સ રણથંભોરની ફાઈવસ્ટાર હોટલ અમન વિલાસમાં રોકાયા છે. આ હોટલ વેડિંગ ડેસ્ટિનેશન માટે લોકપ્રિય છે.

દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ પણ રણથંભોરમાં છે. ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જી પણ અહીંયા છે. આટલું જ નહીં કરન જોહર હાલ ગોવામાં છે, તે પણ રાજસ્થાન જશે, તેમ માનવામાં આવી રહ્યું છે.

આલિયા ભટ્ટની પિતા મહેશ ભટ્ટ, માતા સોની રાઝદાન તથા બહેન શાહીન પણ રણથંભોર આવવાના હોવાની ચર્ચા છે. રાજસ્થાનમાં અચાનક રણબીર-આલિયાના નિકટના પરિવાર તથા મિત્રોને જોતા બોલિવૂડમાં એવી ચર્ચા થવા લાગી કે આ બંને અહીંયા સગાઈ કરવાના છે.

રણબીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો કોરોના ના આવ્યો હોત તો તેમણે લગ્ન કરી લીધા હોત. હવે તે ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139