આલિયાની પાંચેય આંગળી ઘીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 11:44:20
  • Views : 542
  • Modified Date : 2019-04-05 11:44:20

‘બાહુબલી’ અને ‘બાહુબલી ધ ક્ધક્લુઝન’ જેવી ફિલ્મની સફળતા બાદ દિગ્દર્શક એસ. એસ. રાજામૌલી પોતાની નવી આગામી ફિલ્મ ‘આર.આર.આર.’ના કામમાં વ્યસ્ત થઇ ગયા છે. જોકે, તેમની આ બે ફિલ્મો વચ્ચે ખાસ્સો સમય નીકળી ગયો છે. રાજામૌલીની આ ખર્ચાળ ફિલ્મમાં સાઉથના અભિનેતા જુનિયર એનટીઆર અને રામચરણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે સાથે બાલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ મહ¥વના પાત્ર ભજવશે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળેલી ખબર અનુસાર આ ફિલ્મમાં વધુ બે બાલીવૂડ કલાકારોનો ઉમેરો થવા જઇ રહ્યો છે. જી હા, આ ભારે ભરખમ મલ્ટિસ્ટારર અને ખર્ચાળ ફિલ્મમાં સંજય દત્ત અને વરુણ ધવનને પણ સાઇન કરવામાં આવ્યા છે, પણ સત્તાવાર ઘોષણા કરવામાં આવી ન હોવાથી ભવિષ્યમાં આ નામ બદલાઇ જાય તો નવાઇ નહીં. વરુણ ધવન અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘કલંક’ તો આવી જ રહી છે. ઉપરાંત મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ આલિયા મુખ્ય ભૂમિકા ભજવવા જઇ રહી છે. આમ, આલિયા ભટ્ટની ગાડી જોરમાં છે. રાજામૌલી જેવા દિગ્દર્શકે પણ તેમની ફિલ્મ માટે તને પસંદ કરી લીધી એટલે હવે તે સ્ટારમાંથી સુપરસ્ટાર બની જશે એમાં નવાઇ નથી. આટલા દિગ્ગજ દિગ્દર્શકની ફિલ્મ તેને મળી છે આથી તેને તેમાં પોતાની પ્રતિભા દર્શાવવાની પણ તક મળશે, કારણ કે તેમની આ ફિલ્મ હટકે હશે. કંઇક નવું જ જોવા મળશે. આથી દર્શકોને પણ મજા પડી જશે. હાલમાં ‘આર.આર.આર.’ ફિલ્મનું શૂટિંગ પુણેમાં થઇ રહ્યું છે. ફિલ્મની કથા બે ફ્રીડમ ફાઇટર અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ પર આધારિત છે. આ બંને ફાઇટરના પાત્ર જુનિયર એનટીઆર અને રામચરણ ભજવી રહ્યા છે. સ્વતંત્રતા પહેલા એટલે કે ૧૯૨૦ના સમયગાળા દરમિયાનની આ બંને વીર યોદ્ધાની વાર્તા દર્શાવવામાં આવશે. ફિલ્મમાં આલિયા રામચરણ સાથે રોમેન્સ કરતી જોવા મળશે. આલિયાની એન્ટ્રીથી કથામાં ટિ્‌વસ્ટ ઍન્ડ ટર્ન્સ આવે છે તેવું બતાવાશે, તેથી તેનું પાત્ર અત્યંત મહ¥વનું છે એમ કહેવાઇ રહ્યું છે. વરુણ ધવન અને સંજય દત્તની એન્ટ્રીથી ફિલ્મમાં કેટલા ફેરફાર કરાશે એ જાણવું દર્શકો અને ચાહકો માટે વધુ રસપ્રદ રહેશે. સંજય દત્તની વાત કરીએ તો તે હાલમાં અર્જુન કપૂર અને ક્રિતી સેનન સ્ટારર ‘પાનીપત’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત સંજય પાસે ‘સડક ટૂ’, ‘ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’, ‘શમસેરા’ અને ‘કલંક’ જેવી મહ¥વની ફિલ્મો તેની પાસે છે અને તેમાં રાજામૌલીની ફિલ્મનો ઉમેરો થઇ ગયો છે. તેથી સંજયના બંને હાથ લાડુથી ભરેલા છે. વરુણના હાથમાં પણ રૅમો ડિ’સૌઝાનો આગામી ડાન્સ પ્રોજેક્ટ ‘સ્ટ્રીટ ડાન્સર’ છે, જેની તૈયારીમાં તે અત્યારે વ્યસ્ત છે. આથી તેમની તારીખોનો મેળ થાય તે પ્રમાણે રાજામૌલીની ફિલ્મનું શિડ્‌યુલ ગોઠવવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119