અલી અબ્બાસે ફરી માફી માગી અને લખ્યું, જે સીનને લઈને વિવાદ થયો અમે તેમાં ફેરફાર કરશું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 12:02:28
  • Views : 327
  • Modified Date : 2021-01-20 12:02:28

    અલીએ માફી માગી લીધી છે, 'તાંડવ' સિરીઝમાં ભગવાન શિવના અપમાન માટે. એકવાર નહીં બે વખત માફી માગી છે. ત્યારબાદ તેણે એક નિર્ણય લીધો છે. તેના જણાવ્યા મુજબ હવે સિરીઝમાં જિશાન અયુબ પર પિક્ચરાઇઝ થયેલો વિવાદિત સીન બદલવામાં આવશે, જેને કારણે દેશમાં વિરોધ થયો હતો. અલી અબ્બાસે તેના નિર્ણયની જાણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મારફતે કરી છે.

    અલીએ પોસ્ટમાં લખ્યું, અમે દેશવાસીઓની ભાવનાનું ઘણું સન્માન કરીએ છીએ. કોઈ વ્યક્તિ, જાતિ, સમુદાયની ધાર્મિક ભાવનાઓ, આસ્થાઓ, સંસ્થા, પોલિટિકલ પાર્ટી અથવા કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિને અપમાનિત કરવાનો કોઈ ઈરાદો ન હતો. તાંડવના આખા યુનિટે વેબ સિરીઝને લઈને થયેલા વિરોધને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. શોની ટીમ આ બાબતે માર્ગદર્શન અને સમર્થન માટે ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીની આભારી છે. જો સિરીઝથી કોઈ વ્યક્તિની ભાવનાને અજાણતા ઠેસ પહોંચી હોય તો અમે ફરી એકવાર માફી માગીએ છીએ.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140