અક્ષય કુમારે ગેમ લૉન્ચ કરીને કહ્યું, 'દુશ્મનોનો સામનો કરો, દેશ માટે લડો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-26 11:37:34
  • Views : 404
  • Modified Date : 2021-01-26 11:37:34

    72મા પ્રજાસત્તાક દિવસ પર અક્ષય કુમારે પોતાની ગેમિંગ એપ FAU-Gને લોન્ચ કરી છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં આ એપની લિંક શૅર કરી હતી. લિંક શૅર કરીને અક્ષય કુમારે કહ્યું હતું, 'દુશ્મનોનો સામનો કરો. તમારા દેશ માટે લડો. આપણાં ધ્વજને રક્ષણ આપો. ભારતમાં જે એક્શન ગેમની આતુરતાથી રાહ જોવી ગેમ અંતે લૉન્ચ થઈ ગઈ છે. નિર્ભય તથા ગાર્ડ્સને સંગઠિત કરે છે. FAU-G તમને આગળ લઈ જશે. આજથી જ તમારું મિશન શરૂ કરો.' ઉલ્લેખનીય છે કે આ ગેમને બેંગલુરુ સ્થિત મોબાઈલ ગેમ પબ્લિશર કંપની n-CORE (એન-કોર)એ બનાવી છે.

    દશેરના દિવસે અક્ષય કુમારે FAU-Gનું ટીઝર શેર કરીને કહ્યું હતું, 'આજે અનિષ્ટ પર ઇષ્ટનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. આપણા નીડર અને એકતાના પ્રતિક જવાનો માટે સેલિબ્રેટ કરવા આનાથી સારો દિવસ કયો હોઈ શકે? દશેરાના દિવસે રજૂ છે FAU-G ટીઝર. તેની લોન્ચિંગ ડેટ નવેમ્બરમાં રાખી છે.' જોકે, કેટલાંક કારણોસર લૉન્ચિંગ ડેટ પાછી ઠેલાઈ હતી. અંતે, આ ગેમ 26મી જાન્યુઆરીએ લૉન્ચ થઈ.

    જ્યારે અક્ષય કુમારે આ ગેમની જાહેરાત કરી હતી ત્યારે લખ્યું હતું, 'PM મોદીની આત્મનિર્ભર મુવમેન્ટ પર સપોર્ટ કરતા આ એક્શન ગેમ પ્રેઝન્ટ કરીને ગર્વ થઇ રહ્યો છે. નીડર અને એકતાના ગાર્ડસ-ફૌજી. એન્ટરટેનમેન્ટથી આ ગેમમાં પ્લેયર્સ આપણા સૈનિકોના બલિદાનને જાણી શકશે. આ મોબાઈલ ગેમની રેવન્યૂનો 20% ભાગ 'ભારત કે વીર ટ્રસ્ટ'ને ડોનેટ કરવામાં આવશે.'ગલવાનમાં ભારત-ચીનના સૌનિકો વચ્ચે ઝપાઝપી પછી કેન્દ્રએ 29 જૂનના રોજ 59 ચીની એપ્સ, 27 જુલાઈએ 47 એપ અને 2 સપ્ટેમ્બરે 118 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140