2021માં અક્ષય કુમાર તથા તાપસી પન્નુની સૌથી વધુ ફિલ્મ રિલીઝ થશે, ખાન ત્રિપુટી એક-એક ફિલ્મ સાથે મેદાનમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 12:53:58
  • Views : 380
  • Modified Date : 2021-01-17 12:53:58

    કોરોનાને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણું જ નુકસાન સહન કરવું પડ્યું છે. હવે ધીમે ધીમે ઈન્ડસ્ટ્રી પાટા પર આવી રહી છે. 2021માં સલમાન ખાનની 'રાધે', અક્ષય કુમાની 'બેલ બોટમ', શાહરુખની 'પઠાન', આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' સહિત 50 ફિલ્મ રિલીઝ થશે તેમ માનવામાં આવે છે. નવાઈની વાત એ છે કે અક્ષય કુમારની 6 ફિલ્મ રિલીઝ થશે. તાપસી પન્નુની 'રશ્મિ રોકેટ','શાબાશ મિથુ', 'લૂપ લપેટા', 'હસીન દિલરુબા' જેવી ફિલ્મમાં જોવા મળશે.

* અક્ષય કુમારની આ વર્ષે રિલીઝ થનારી સંભવિત ફિલ્મ

ફિલ્મરિલીઝ ડેટ
સૂર્યવંશીમાર્ચ, 2021
બેલ બોટમજૂન 2021
બચ્ચન પાંડેઓગસ્ટ 2021
અતંરગી રેઓક્ટોબર 2021
પૃથ્વીરાજનવેમ્બર 2021
રક્ષાબંધનડિસેમ્બર 2021

* તાપસી પન્નુની ફિલ્મની સંભવિત ડેટ્સ

ફિલ્મરિલીઝ
શાબાશ મિથુમાર્ચ 2021
રશ્મિ રોકેટઓગસ્ટ 2021
હસીન દિલરુબાસપ્ટેમ્બર 2021
લૂપ લપેટાહજી નક્કી નથી

    ખાન એક્ટર્સની વાત કરીએ તો સલમાન ખાનની 'રાધે' ઈદ પર તો આમિરની 'લાલ સિંહ ચઢ્ઢા' ક્રિસમસ પર રિલીઝ થશે. શાહરુખ ખાનની 'પઠાન' દિવાળી પર રિલીઝ થવાની છે.ટ્રેડ એનાલિસ્ટ તથા ક્રિટિક જોગિંદર ટુટેજાના પ્રમાણે, 'ઈન્ડસ્ટ્રીને નુકસાનમાંથી બહાર આવવામાં ખાસ્સો સમય લાગશે. 2021માં અમે પહેલેથી જ 3600 કરોડ રૂપિયાના નુકસાન સાથે મેદાનમાં ઊતર્યા છીએ. એપ્રિલ મહિનામાં કેટલીક મોટી ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા છે. હાલમાં થિયેટરમાં માત્ર 50 ટકા જ લોકો આવી શકે છે.'

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140