ઉતારચઢાવ વચ્ચે સેંસેક્સ ૧૭૦ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 11:54:13
  • Views : 412
  • Modified Date : 2019-11-15 11:54:13

શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જાવા મળી હતી. પસંદગીના બ્લુચીપ કાઉન્ટરોમાં લેવાલી જામી હતી. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, એચડીએફસી અને ટીસીએસ જેવા પસંદગીના બ્લુચીપ
કાઉન્ટરોમાં આ લેવાલી રહી હતી. મૂડીરોકાણકારોની ભાવનાઓને લઇને આજે ઉતારચઢાવની Âસ્થતિ જાવા મળી હતી. ઓક્ટોબર મહિનામાં રિટેલ ફુગાવાનો
આંકડો ૧૫ મહિનામાં પ્રથમ વખત ચાર ટકાની આરબીઆઈની આગાહીને પણ તોડી ચુક્યો છે. આ ઉપરાંત ટેલિકોમ કંપનીઓને લઇને ચિંતા મૂડીરોકાણકારોને સતાવી રહી છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૭૦ પોઇન્ટ અથવા તો ૦.૪૨ ટકા સુધરીને ૪૦૨૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. તેના શેરમાં સૌથી વધુ સુધારો જાવા મળ્યો હતો.
 વેદાંતાના શેરમાં ત્રણ
ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. દિવસ દરમિયાન ઇન્ડેક્સમાં ૩૨૨ પોઇન્ટનો ફેરફાર જાવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૦ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૪૬૮૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩૩૪૪ની સપાટી જાવા મળી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૩૦ પોઇન્ટ ઉછળીને ૧૧૮૭૦ની સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં આજે કારોબાર દરમિયાન સેક્ટરલરીતે જાવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૫૦૮ રહી હતી. ફાઈનાÂન્સયલ સર્વિસના શેરમાં પણ તેજી રહી હતી. નિફ્ટી બેંકમાં ૦.૭ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૦૭૬૪ રહી હતી. ટેલિકોમ સર્વિસ ઉપલબ્ધ કરાવનાર વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલના શેરમાં જારદાર દબાણની સ્થતિ રહી હતી. ૨૨ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો હતો. સરકારે ટેલિકોમ કંપનીઓને તેમના દેવાઓને લઇને કેટલીક ખાતરીઓ આપી છે. અગ્રણી ફુટવેર રિટેલ કંપની બાટા ઇÂન્ડયાના શેરમાં ૫.૪૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. કંપની દ્વારા તેના નેટ નફામાં ૨૯.૯૬
ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. તેના દ્વારા
જુલાઈ-સપ્ટેમ્બર
ત્રિમાસિકગાળામાં નેટ નફો ૫૪.૮૬ કરોડ દર્શાવવામાં આવ્યો છે. સ્પાઇસ જેટના શેરમાં સાત ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.
વર્લ્ડ શેરમાં ઉતારચઢાવની સ્થતિ રહી હતી. કોમોડિટીના મોરચામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૦.૭૪ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો.


Download Our B K News Today App



Related News