અજય દેવગણની ફિલ્મ Drishyam 2નું ટીઝર રીલીઝ

  • Published By :
  • Published Date : 2022-09-30 14:03:40
  • Views : 273
  • Modified Date : 2022-09-30 14:03:40

અજય દેવગણની ફિલ્મ 'દૃશ્યમ'ને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. ફિલ્મને ક્રિટિક્સે પણ ખૂબ જ વખાણી હતી. આ ફિલ્મે ખૂબ જ કમાણી પણ કરી હતી. મર્ડર મિસ્ટ્રી પર બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ઘણા સમય સુધી ફિલ્મની સ્ટોરી દર્શકોના મજગમાં ફરતી હતી અને ફિલ્મના બીજા પાર્ટની પણ દર્શકો રાહ જોઈ રહ્યા હતા. પરંતુ લોકોની રાહનો હવે અંત આવશે. ફિલ્મનું ટીઝર રીલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની સિક્વલ જલ્દી જ આવશે. અજય દેવગણે હાલમાં જ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું હતું. પોસ્ટર પોસ્ટ કરીને અજય દેવગણે કેપ્શનમાં લખ્યું હતું કે : 2 અને 3 ઓક્ટોબરના રોજ શું થયું હતું, યાદ છે ને? વિજય સાલગાવકાર પોતાના પરિવાર સાથે ફરી વાપસી કરશે. અજય દેવગણની આ ઘોષણા બાદ હવે ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે અજય દેવગણે તાજેતરમાં જ એક તસવીર શેર કરી હતી, જેમાં તેમના હાથમાં અમુક જૂના બિલ જોવા મળી રહ્યા છે.  આ તસવીર શેર કરીને અજય દેવગણે કેપ્શનમાં લખ્યું હતું કે અમુક જૂના બિલ મળ્યા છે. આ સાથે જ તેમના હાથમાં સ્વામી ચિત્યાનંદના સત્સંગની સીડી પણ જોવા મળી રહી હતી. આ ફિલ્મ 18 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140