એરફોર્સનું પ્લેન રનવે છોડીને આગળ નીકળી ગયું પ્લેન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 12:12:04
  • Views : 464
  • Modified Date : 2019-05-08 12:12:04

મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિયન એરફોર્સનું AN-32 માલવાહર વિમાન મંગળવાર મોડી રાત્રે ડિપાર્ચ કરતા સમયે રનવેથી આગળ નીકળી ગયું. આ અકસ્માતમાં કોઇ પણ ઘાયલ થયાના સમાચાર નથી. વિમાન અકસ્માત બાદ મુંબઇ એરપોર્ટને થોડાંક સમય માટે બંધ કરી દેવાયું, તેના લીધે પેસેન્જર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.એરપોર્ટના અધિકારીએ તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અમે એ વાતની પુષ્ટિ કરીએ છીએ કે એરફોર્સનું વિમાન રાત્રે 11 વાગ્યે 39 મિનિટ પર રનવે છોડીને આગળ નીકળી ગયું. આપને જણાવી દઇએ કે આ વિમાન કર્ણાટકના બેંગલુરૂની પાસે યેલાહાંકા એરફોર્સ એરપોર્ટ માટે જઇ રહ્યું હતું. આ દુર્ઘટનામાં કોઇ ઘાયલના સમાચાર નથી.એએન-32 વિમાન મુંબઇ એરપોર્ટના રનવે નંબર 27 પર જતું રહ્યું. આ રનવે અત્યારે સેવામાં નથી. આ ઘટના બાદ એએન-32નું રનવે બંધ કરી દેવાયું. જો કે બીજા રનવે કામ કરી રહ્યાં હતા. રનવે બંધ થતાં પેસેન્જર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એરપોર્ટ પર લાંબી લાઇનો લગાવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોએ ટ્વિટ કરીને ફરિયાદ કરી છે.એક વ્યક્તિએ ટ્વીટ કરી લખ્યું કે રનવે બંધ થઇ ગયું છે અને હું વિમાનમાં ફસાઇ ગયો છું. અમારું પ્લેન ઉડી શકતું નથી. ઇન્ડિગો અને સ્પાઇસ જેટની ઉડાનોને ક્રમશ: અમદાવાદ અને સુરત ડાયવર્ટ કરવી પડી છે.

Download Our B K News Today App



Related News