અગ્નિપથ યોજના : વિરોધને સમર્થન આપવા બિહાર બંધનું એલાન: કેટલીય રાજકીય પાર્ટીઓએ કર્યો સપોર્ટ, 12 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 12:21:18
  • Views : 201
  • Modified Date : 2022-06-18 12:21:18

અગ્નિપથ યોજના : વિરોધને સમર્થન આપવા બિહાર બંધનું એલાન: કેટલીય રાજકીય પાર્ટીઓએ કર્યો સપોર્ટ, 12 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

 

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસક વિરોધ પ્રદર્શનની વચ્ચે લેફ્ટ વિદ્યાર્થીઓનું સંગઠન ખાસ કરીને આઈસાએ સમગ્ર બિહારમાં બંધનું એલાન કર્યું છે. તેમાં તમામ રાજકીય પાર્ટીઓ જેમ કે, આરજેડી, હમ, કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધને સમર્થન આપ્યું છે. આ તમામની વચ્ચે બિહાર સરકારે ઉપદ્રવને જોતા કેટલાય પગલા ઉઠાવ્યા છે. જેમાં મોટા પાયે સુરક્ષાકર્મીઓને તૈનાત કરવા ઉપરાંત બિહારના 12 જિલ્લામાં આગામી 48 કલાક સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

બિહાર બંધને જોતા સુરક્ષા ચૂસ્ત

બિહાર બંધને જોતા 9 જિલ્લામાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પટનામાં રેપિડ એક્શન ફોર્સ અને એસએસબીની એક એક બટાલિયનની તૈનાતી કરવામાં આવી છે. સારણ, સમસ્તીપુર, વૈશાલી, બેતિયા, સહરસામાં એસએસબીની એક એક બટાલિયનની તૈનાતી કરવામાં આવી છે. તો વળી ભોજપુર, લખીસરાય અને ઔરંગાબાદમાં સીઆરપીએફની એક એક બટાલિયન તૈનાત કરવામાં આવી છે. 

બિહારના 12 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ

બિહાર સરકારના કેટલાય જિલ્લામાં ઈન્ટરનેટ અને ટેલીફોન મોબાઈલ સેવા બંધ કરી દીધી છે. બિહારના જે જિલ્લામાં આગામી 48 કલાક માટે ઈન્ટરનેટ અને ટેલીકોમ સેવાઓ બંધ રહેશે, તેમાં કૈમુર, ભોજપુર, ઔરંગાબાદ, રોહતાસ, બક્સર, નવાદા, પશ્ચિમ ચંપારણ, સમસ્તીપુર, લખીસરાય, બેગૂસરાય, વૈશાલી અને સારણ જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં 174 જૂનની બપોરે 2 વાગ્યાથી 19 જૂન સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયા એપ્લીકેશન પણ પ્રભાવિત રહેશે.

અત્યાર સુધીમાં 310 લોકોની ધરપકડ

બિહારના અલગ અલગ જિલ્લામાં અત્યાર સુધીમાં 310 થી વધારે ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 46 લોકો પટનામાંથી ઓળખ થઈ છે. અત્યાર સુધીમાં અલગ અલગ જિલ્લામાં કુલ 60 FIR નોંધાઈ છે. 

 

Download Our B K News Today App



Related News