21 વર્ષ સુધી 'CID'માં કામ કર્યા બાદ હવે દયાનંદ શેટ્ટી 'સાવધાન ઈન્ડિયા'ને હોસ્ટ કરશે, સુશાંત સિંહને રિપ્લેસ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 12:41:27
  • Views : 402
  • Modified Date : 2021-01-31 12:41:27

    પોપ્યુલર ક્રાઈમ બેઝ્ડ શો 'CID' (ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)માં ઈન્સ્પેક્ટર દયાનું પાત્ર ભજવનાર દયાનંદ શેટ્ટી ટૂંક સમયમાં હોસ્ટ તરીકે જોવા મળશે. દયાનંદ 'સવાધન ઈન્ડિયા' શોને હોસ્ટ કરશે. આ શોને પહેલાં સુશાંત સિંહ હોસ્ટ કરતો હતો. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં દયાનંદે ટીવી પર કમબેક કરવાની વાત કહી હતી. તેણે 'CID' સાથે જોડાયેલી યાદનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    દયાનંદે કહ્યું હતું, '21 વર્ષ સુધી 'CID' જેવા ક્રાઈમ શોમાં ભાગ લીધા બાદ જ્યારે મને 'સાવધાન ઈન્ડિયા'ના હોસ્ટની ઓફર આવી તો ઘણું જ સારું લાગ્યું હતું. જોકે, 'CID'માં હું એક પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ પ્લે કરતો હતો. જોકે, હોસ્ટ તરીકે મારે આખી સિક્વન્સ યાદ કરીને નેરેશન આપવાનું રહેશે. મારા માટે દયાના રોલ કરતાં હોસ્ટ બનવું વધારે પડકારજનક છે.'

    વધુમાં તેણે કહ્યું હતું, 'મને ક્રાઈમ બેઝ્ડ શો ઘણાં જ ગમે છે. મેં 'સાવધાન ઈન્ડિયા'ના શરૂઆતના એપિસોડ જોયા હતાં અને મને સુશાંત સિંહનું કામ ઘણું જ ગમ્યું હતું. જોકે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું હોસ્ટ બનીને આ શોમાં જોવા મળીશ. દર્શકો મારી તુલના સુશાંત સાથે જરૂર કરશે. જોકે, મને આની કોઈ ચિંતા નથી. એક્ટર હોવાને કારણે હું મારું 100% આપીશ. મેં સાત એપિસોડ શૂટ કર્યા છે અને મને બહુ મજા આવી હતી.'

    'CID' સાથે જોડાયેલી યાદો અંગે દયાનંદે કહ્યું હતું, '21 વર્ષ બહુ લાંબો સમય હોય છે. શો સાથે જોડાયેલ દરેક વ્યક્તિ પરિવારના સભ્ય જેવી છે. સેટ પર પસાર કરેલી ક્ષણોને મિસ કરું છું. આજે પણ કો-સ્ટાર્સ, ટેક્નિશિયનથી લઈ સ્પોટબોય સુધી, દરેકના સંપર્કમાં છું.'

    ઉલ્લેખનીય છે કે 2018માં 'CID' ઓફ એર થઈ ગયો હતો. શો બંધ થયા બાદ કમબેકની ચર્ચા થતી હતી. આ અંગે દયાનંદે કહ્યું હતું, 'હા, શો જ્યારથી બંધ થયો ત્યારથી હું પણ કમબેકની વાતો સાંભળું છું. જોકે, એક્ટર તરીકે અમને કોઈ માહિતી નથી. શોને પરત લાવવો એક લાંબી પ્રોસેસ છે. પરમિશનથી લઈ પ્રોડક્શન સુધી. હવે આ બધું ક્યારે થશે તે ખ્યાલ નથી. જો શો ફરી વાર ચાલુ થાય તો અમને ઘણો જ આનંદ થશે.'

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121