લખનૌ સામે મેચ જીત્યા બાદ પંતે કહ્યું, 'જો હું RCB સામેની મેચ રમ્યો હોત તો.. '

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-15 16:15:32
  • Views : 144
  • Modified Date : 2024-05-15 16:15:32

રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ ફરી એકવાર IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવવામાં સફળ રહી. મંગળવારે, બંને ટીમો અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાયા હતા, જેમાં ડીસી ખેલાડીઓનું વર્ચસ્વ હતું. બેટિંગ બાદ બોલિંગમાં પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને 19 રનથી મેચ જીતી લીધી. મેચ જીત્યા બાદ કેપ્ટન ઋષભ પંત ભાવુક થઈ ગયા અને IPL 2024માં ટીમના પ્રદર્શન અંગે નિવેદન આપતા જોવા મળ્યા હતા.દિલ્હી કેપિટલ્સે 7 મેચ જીતીને IPL 2024ના લીગ તબક્કાનો અંત કર્યો છે. દિલ્હીની ટીમ આઈપીએલ 2024ના પ્લેઓફમાં પહોંચવાની શક્યતા અત્યારે નહિવત છે, પરંતુ કેપ્ટન પંતે દાવો કર્યો છે કે જો તેમને છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની તક મળી હોત તો દિલ્હી કેપિટલ્સ માટે પ્લેઓફમાં ક્વોલિફાય થવાની શક્યતા વધુ સારી હોત.હવે એ તો જાણીતું જ છે કે રિષભ પંતને એક મેચના સસ્પેન્શનને કારણે RCB સામેની મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું. એવામાં ગઇકાલે લખનૌ સામે મેચ જીત્યા બાદ પંતે કહ્યું, 'હું એમ નહીં કહું કે જો હું RCB સામેની મેચ રમ્યો હોત તો અમે ચોક્કસપણે જીતી શક્યા હોત, પરંતુ જો મને એ છેલ્લી મેચમાં રમવાની તક મળી હોત, તો અમારી પ્લેઓફમાં ક્વોલિફાય કરવાની વધુ સારી તક હોત.'દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતે જીત બાદ કહ્યું, 'ચોક્કસપણે લખનૌની ટીમના પુરને અમને ખૂબ પરેશાન કર્યા. અમારી પાસે કેટલીક યોજનાઓ હતી. અમે સારો સ્કોર બનાવ્યો હતો. અમારી બોલિંગ પણ સારી ચાલી રહી હતી. હું કહીશ કે સિઝનની શરૂઆત ઘણી અપેક્ષાઓ સાથે થઈ હતી. કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ છેલ્લી મેચ બાદ પણ અમે રેસમાં છીએ. જો હું છેલ્લી મેચમાં રમી શક્યો હોત તો જીતવાની વધુ તકો હતી. મારા માટે પાછું આવવું ખૂબ સારું હતું. સમગ્ર ભારતમાંથી સમર્થન જોઈને આનંદ થયો. દોઢ વર્ષ પછી પાછા ફરવા માટે લાંબી રાહ જોવી પડી. હું હંમેશા મેદાન પર રહેવા માંગુ છું.'મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ માત્ર 198 રન બનાવી શકી હતી. જોકે, મેચ જીત્યા બાદ પણ ડીસી આઈપીએલ 2024માંથી લગભગ બહાર થઈ ગઇ છે. દિલ્હી પ્લેઓફમાં ત્યારે જ પહોંચી શકે છે જો સનરાઇઝર્સ હૈદરાબાદ તેની બાકીની બંને મેચો 194 રનના સંયુક્ત માર્જિનથી હારી જાય. પરંતુ પેટ કમિન્સની ટીમના તાજેતરના ફોર્મને જોતા આ લગભગ અશક્ય છે.

Download Our B K News Today App



Related News