વરરાજા-દુલ્હનને જોતા જ ફોટોગ્રાફર્સે બૂમો પાડી, વરુણે નતાશા તરફ ઈશારો કરીને કહ્યું- 'ધીમે બોલો, ડરી જશે બિચારી'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 12:32:59
  • Views : 409
  • Modified Date : 2021-01-25 12:32:59

    વરુણ ધવને 24મી જાન્યુઆરીની રાત્રે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે અલીબાગના ધ મેન્શન હાઉસમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પૂરા કર્યા બાદ વરુણ ધવન પત્ની નતાશા સાથે પહેલી જ વાર ફોટોગ્રાફર્સ સામે આવ્યો હતો. આ સમયે વરુણ પત્નીને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો. વરુણે ફોટોગ્રાફર્સને જોરથી બૂમો પાડવાની ના પાડી હતી.વરુણ ધવન તથા નતાશા દલાલ લગ્ન બાદ મેન્શન હાઉસની બહાર આવ્યા ત્યારે ફોટોગ્રાફર્સ તેમને જોઈને ચિચિયારીઓ પાડવા લાગ્યા હતા. નતાશાને ભાભી કહીને બૂમો પાડતા હતા. તેમણે વરુણ તથા નતાશાને પોઝ આપવા માટે પણ મોટેથી અવાજો કર્યા હતા. આ જોઈને વરુણે ફોટોગ્રાફર્સને કહ્યું હતું, 'આરામથી બોલો, ડર જશે બિચારી.' વરુણની વાત સાંભળીને ફોટોગ્રાફર્સ જ નહીં, નતાશા પણ હસવા લાગી હતી.

    વરુણ ધવન તથા નતાશા દલાલ સ્કૂલમાંથી એકબીજાને ઓળખે છે. વરુણે હાલમાં જ કરીના કપૂરના રેડિયો શોમાં કહ્યું હતું કે નતાશાએ તેને ત્રણથી ચાર વાર રિજેક્ટ કર્યો હતો.કરીનાના શોમાં વરુણે કહ્યું હતું, 'આટલાં લાંબા સમયથી એકબીજાની સાથે રહ્યા બાદ મને લાગે છે કે લગ્ન કરી લેવા જોઈએ. જ્યારે હું મારા ભાઈ-ભાભી તથા ભત્રીજીને જોઉં છું તો લાગે છે કે આ યોગ્ય છે. નતાશા તથા તેનો પરિવાર અમારા સંબંધ અંગે એકદમ રિલેક્સ છે. જોકે, મને લાગે છે કે એક સમય બાદ એવું લાગે કે હવે સાથે રહેવું જોઈએ.'



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140