PMના હસ્તક્ષેપ બાદ કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમનાર ખેલાડીને તેની ખોવાયેલ ખાસ કેપ મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-06 18:05:27
  • Views : 84
  • Modified Date : 2024-01-06 18:05:27

સિડનીમાં પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહેલા ડેવિડ વોર્નરને મોટા સમાચાર મળ્યા છે. વોર્નરે ખુલાસો કર્યો છે કે તેને તેની બેગી ગ્રીન કેપ મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે મેલબોર્ન ટેસ્ટ બાદ તેણે પોતાની કેપ ગુમાવી દીધી હતી, જેના પછી તે ખૂબ જ પરેશાન હતો.સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે ત્રીજા દિવસની રમતની શરૂઆત પહેલા ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને જણાવ્યું હતું કે તેને બે 'બેગી ગ્રીન કેપ્સ' ફરી મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે વોર્નરે સોશિયલ મીડિયા પર આ બંને કેપ્સને શોધવા માટે ભાવનાત્મક અપીલ પણ કરી હતી. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન પીએમએ પણ ચાહકોને વિનંતી કરી હતી કે વોર્નરની કેપ મળતા જ તેને વોર્નરને પરત કરે. આશ્ચર્યની વાત એ છે કે ડેવિડ વોર્નરને સિડનીની જ એક હોટલમાં તેની ખોવાયેલી બેગી મળી આવી હતી. તેની બેગ સિડનીની હોટલ સુધી કેવી રીતે પહોંચી તે કોઈ જાણી શક્યું નથી. તમને જણાવી દઈએ કે ડેવિડ વોર્નરે શનિવારે ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લી વખત બેટિંગ કરી હતી. વોર્નરે તેની ટેસ્ટ કારકિર્દીની અંતિમ ઈનિંગમાં 57 રન બનાવ્યા હતા અને સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અને ટેસ્ટ કારકિર્દીનો વિજયી અંત થયો હતો.

Download Our B K News Today App



Related News