ટીમ ઈન્ડિયાની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આપી પ્રતિક્રિયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 16:12:05
  • Views : 116
  • Modified Date : 2023-11-20 16:12:05

વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી હતી. ભારત સહિત વિશ્વભરના અનેક દેશના ફેન્સે ટીમ ઈન્ડિયાની હાર પર ફોટો અને વીડિયો શેર કર્યા હતા, સાથે જ સોશિયલ મીડિયા પર પોર્ટ પણ કરી હતી.ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતના અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને વર્લ્ડ કપ ફાઈનલ અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, વીવીએસ લક્ષ્મણ સહિત અનેક ક્રિકેટરોનો સમાવેશ થાય છે.અંતિમ મેચને બાદ કરીએ તો ભારતે ટુર્નામેન્ટમાં વર્લ્ડ ક્લાસ પ્રદર્શન કર્યું હતું છતાં ફાઈનલમાં હર થતાં ભારતના દિગ્ગજ ક્રિકેટરો પબ ચોક્કસથી નિરાશ થયા હતા, જોકે તેમ છતાં તમામ ક્રિકેટરોએ ભારતને ફાઈનલમ પહોંચવા અને ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે લખ્યું કે, ‘હાર એ રમતનો એક ભાગ છે, પરંતુ આપણે યાદ રાખીએ કે આ યુનિટે આખી ટુર્નામેન્ટમાં પોતાનું સર્વસ્વ આપ્યું છે.’યુવરાજ સિંહે વિરાટ કોહલીને વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી, સાથે જ રોહિત શર્માને ટીમની શાનદાર કપ્તાની કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરે ભારતીય ખેલાડીઓને ફાઈનલમાં હારવા છતાં મોં ઊંચું કરીને ચાલવા કહ્યું હતું અને ફાઈનલ સુધીની સફર બદલ અભિનંદન આપ્યા હતા.નેશનલ ક્રિકેટ એકેડમી  ના હેડ અને ભારતના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે લખ્યું હતું કે, ભારત માટે હાર્ટબ્રેક મોમેન્ટ છે. રોહિત અને તેની ટીમના તમામ ખેલાડીઓએ છેલ્લા સાત અઠવાડિયામાં વર્લ્ડ કપમાં યાદગાર પ્રદર્શન કર્યું છે. બધા માથું ઊંચું રાખી ચાલો. એક હારથી ટીમની પહેચાનમાં ફરક પડતો નથી.

Download Our B K News Today App



Related News