સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી NCBએ માત્ર 3 મહિનામાં 30 કેસ નોંધ્યા અને 92 લોકોને અરેસ્ટ કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 14:47:21
  • Views : 375
  • Modified Date : 2021-01-02 14:57:08

    નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ના મુંબઈ અને ગોવા ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડનાં જણાવ્યા પ્રમાણે, તપાસ એજન્સીએ સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી છેલ્લા ત્રણ મહિનામાં 30 કેસ રજીસ્ટર્ડ કર્યા છે અને 92 લોકોની ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી ANIનાં રિપોર્ટ પ્રમાણે, સમીરે કહ્યું NCBની ટીમ મુંબઈ અને ગોવા માટે ડ્રગ રેકેટ્સ ચાલવી રહેલા લોકોને પકડી રહી છે.સમીરે કહ્યું, 2020માં આખા દેશમાં દારૂ સાથે જોડાયેલા 46 કેસ નોંધાયા છે. 2016માં NCBએ 23 કેસ નોંધ્યા હતા અને 29 ડ્રગ પેડલર્સ અરેસ્ટ કર્યા હતા. 2017માં 30 કેસ અને 38 ધરપકડ કરી હતી. 2018માં કેસની સંખ્યા 25 અને ધરપકડની સંખ્યા 55 હતી. 2019માં કુલ કેસ 35 અને 55 ડ્રગ્સ પેડલર્સની ધરપકડ થઈ. 2020માં 46 કેસ ફાઈલ થયા અને 92 ડ્રગ પેડલર્સને અરેસ્ટ કરવામાં આવ્યા.

    ઓગસ્ટ, 2020માં ડ્રગ્સ કનેક્શન ખબર પડી હતી. 14 જૂને સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઈમાં તેના ઘરે મળ્યો હતો. તેના દોઢ મહિના પછી સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં સુશાંતને આત્મહત્યા કરવા મજબૂર અને 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂક્યો હતો જે કેસ પછી CBIને સોંપી દીધો હતો.EDએ રિયા અને તેના ફેમિલી મેમ્બર્સ સહિત કુલ 6 લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કરી તપાસ શરુ કરી હતી. આ દરમિયાન ઓગસ્ટ એન્ડમાં ડ્રગ્સ કનેક્શન ખબર પડી અને NCBએ રિયા વિરુદ્ધ કેસ ફાઈલ કરી તપાસ શરુ કરી હતી. 8 સપ્ટેમ્બરે રિયાની ધરપકડ કરી અને 30 દિવસ સુધી જેલમાં રહ્યા પછી 7 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

    ડ્રગ્સ તપાસમાં માત્ર રિયા જ નહિ પણ તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, એક્ટર અર્જુન રામપાલ, કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ સહિત એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોના નામ બહાર આવ્યા. NCBએ પૂછપરછ પણ કરી. રિયા, શોવિક, ભારતી અને હર્ષની તપાસ એજન્સીએ ધરપકડ કરી હતી. ત્યારબાદ જામીન મળતા છોડી દેવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138