શિલ્પા બાદ કેટ ફોટોગ્રાફર્સ પર ગુસ્સાથી લાલચોળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-19 15:14:39
  • Views : 290
  • Modified Date : 2022-11-19 15:14:39

   હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં કેટરીના કૈફ ફોટોગ્રાફર્સ પર ગુસ્સો કરતી જોવા મળી હતી. થોડાં સમય પહેલાં જ શિલ્પા શેટ્ટી પણ આ જ રીતે ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ હતી.

કેટરીનાએ શું કહ્યું?
કેટરીનાએ બ્લેક આઉટફિટમાં ચહેરા પર માસ્ક પહેર્યો હતો. તે કારમાં બેસવા જાય છે ત્યારે ફોટોગ્રાફર્સ તેને ઊભા રહેવાનું કહે છે અને ફોટો ક્લિક કરવા આગળ વધે છે. આ જોઈને કેટરીનાને ગુસ્સે આવી જાય છે અને તે કહે છે, 'તમે લોકો કેમેરા નીચે રાખો. અમે અહીંયા એક્સર્સાઇઝ કરવા આવીએ છીએ. જો તમે આમ કરશો તો.... તમે કેમેરા નીચે રાખો.' કેટરીનાને ગુસ્સામાં જોઈને ફોટોગ્રાફરે તરત જ સોરી કહી દીધું હતું. જોકે, માસ્કને કારણે કેટરીનાના ચહેરાના હાવભાવ જોઈ શકાયા નહોતા, પરંતુ તે ઘણી જ ગુસ્સામાં હતી.

સો.મીડિયામાં યુઝર્સે વિવિધ રિએક્શન આપ્યા
કેટનો આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે કેટરીનાનો સપોર્ટ કર્યો હતો અને ફોટોગ્રાફર્સને આમ ના કરવાની સલાહ પણ આપી દીધી હતી. કેટલાકે એવું કહ્યું હતું કે ફોટોગ્રાફર્સનું આ જ કામ છે અને કેટરીનાએ કારણ વગર ગુસ્સો કર્યો.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140