રણબીર-મનોજ પછી આશિષ વિદ્યાર્થી કોવિડ પોઝિટિવ, દિલ્હી હોસ્પિટલમાંથી વીડિયો શેર કરીને પોતે જ જાણકારી આપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 13:42:43
  • Views : 353
  • Modified Date : 2021-03-13 13:42:43

    એક્ટર આશિષ વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેઓ હાલ દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. આશિષે પોતે જ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આપી છે. વીડિયોમાં તેમણે કહ્યું, ‘મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા લોકોને હું ટેસ્ટ કરવા અપીલ કરું છું.’વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘આ એક એવું પોઝિટિવ છે જે મારે નહોતું જોઈતું. મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે બધા ટેસ્ટ કરાવી લો. હાલ મારામાં કોઈ લક્ષણ નથી. મને વિશ્વાસ છે કે હું જલ્દી સ્વસ્થ થઈ જઈશ. તમારી પ્રાર્થના અને પ્રેમ અમૂલ્ય છે.’

    બોલિવૂડ એક્ટર મનોજ વાજપેયીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનોજ વાજપેયી હાલમાં ઘરમાં જ ક્વૉરન્ટીન છે. મનોજની ટીમે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'મનોજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડિરેક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બની શકે કે એક્ટરને ડિરેક્ટરનો ચેપ લાગ્યો હોય. હાલમાં શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. મનોજ વાજપેયી દવા લઈ રહ્યા છે અને તેને ઘણું જ સારું છે. તેમણે ઘરમાં જ આઈસોલેશન થવાનું નક્કી કર્યું છે. તે કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે.' ઉલ્લેખનીય છે કે મનોજ વાજપેયી ફિલ્મ 'ડિસ્પેચ'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મને 'તિતલી' ફૅમ કનુ બહલ ડિરેક્ટ કરે છે. ફિલ્મને રોની સ્ક્રૂવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ લંડન, દિલ્હી તથા મુંબઈમાં થશે.

    રણબીર કપૂર તથા સંજય લીલા ભણસાલીનો કોરોના રિપોર્ટ થોડા દિવસ પહેલાં જ પોઝિટિવ આવ્યો હતો. બંને ઘરમાં જ ક્વૉરન્ટીન છે. સંજય લીલા ભણસાલી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના શૂટિંગમાં વ્યસ્ત હતા. રણબીર-સંજયનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આલિયા ભટ્ટે પણ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેને રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેણે પોતાનું કામ શરૂ કરી દીધું છે.

    ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં ઘણા સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. સિંગર કનિકા કપૂર, અમિતાભ-અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય-આરાધ્યા બચ્ચન, અનુપમ ખેરની માતા તથા ભાઈ-ભાભી-ભત્રીજી, નસરુદ્દીન શાહનો દીકરો વિવાન, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, જેનેલિયા ડિસોઝા, વરુણ ધવન, નીતુ સિંહ, રણવીર શૌરી, સની દેઓલ સહિતનાં સેલેબ્સે કોરોનાને માત આપી હતી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138