વિશ્વ કપ હાર્યા બાદ રાહુલ દ્રવિડે હાથ કર્યા અધ્ધર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-23 15:13:59
  • Views : 103
  • Modified Date : 2023-11-23 15:13:59

 ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો 6 વિકેટથી થયેલ પરાજયને ક્રિકેટ પ્રેમી હજુ ભૂલી શક્યા નથી. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ વિશ્વકપની ફાઈનલ મેચ, ઘણા ક્રિકેટરોની કારકિર્દીમાં બદલાવ લાવનારી છે. ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓનો આ છેલ્લો વિશ્વકપ ગણાશે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ પદે રહેવા ઈચ્છતા નથી.રાહુલ દ્રવિડનો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ 2023ની સાથે જ સમાપ્ત થઈ ગયો છે. દ્રવિડે તેનો કોન્ટ્રાક્ટ લંબાવવા માટે ઈન્કાર કર્યો છે. જો કે, રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચને બદલે NCAના વડા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈ ટીમ ઈન્ડિયા હવે નવા કોચ શોધવાની કામગીરી હાથ ધરી રહ્યું છે. ટીમ ઈન્ડિયાના નવા કોચ સ્વરૂપે વીવીએસ લક્ષ્મણ મળી શકે છે. વીવીએસ લક્ષ્મણે દ્રવિડની ગેરહાજરીમાં ઘણી વખત ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા ભજવી છે. વીવીએસ લક્ષ્મણ આજથી એટલે કે 23 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ઑસ્ટ્રેલિયા સામેની ટી20ની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે.રમતજગત સાથે સંકળાયેલા સૂત્રએ કહ્યું, ‘વીવીએસ લક્ષ્મણે આ પદ માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે. વર્લ્ડ કપ દરમિયાન વીવીએસ લક્ષ્મણ આ સંદર્ભે બીસીસીઆઈના ટોચના અધિકારીઓને મળવા અમદાવાદ પણ ગયો હતો. વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકેના કરાર પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકાના આગામી પ્રવાસમાં તે પૂર્ણ સમયના કોચ તરીકે પોતાનો પ્રથમ પ્રવાસ કરી શકે છે.સૂત્રોએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘ રાહુલ દ્રવિડે બીસીસીઆઈને જાણ કરી છે કે, તેને ફુલ ટાઈમ કોચ તરીકે ચાલુ રહેવામાં ઈચ્છા નથી. લગભગ 20 વર્ષ સુધી, તેણે એક ખેલાડી તરીકે ભારતીય ટીમ સાથે પ્રવાસ કર્યો, અને છેલ્લા કેટલાક વર્ષોથી ફરી ટીમ સાથે પ્રવાસનો આનંદ માણ્યો. તેમને એનસીએના વડાની ભૂમિકા સાથે કોઈ વાંધો નથી. જે તેમને તેમના વતન બેંગલુરુમાં રહેવાની મંજૂરી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ આગામી 10 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા, આગામી 4 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થશે.

Download Our B K News Today App



Related News