રણજી ટ્રોફીમાં ગુજરાત બાદ વડોદરાની પણ ધમાકેદાર શરૂઆત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-09 08:28:00
  • Views : 105
  • Modified Date : 2024-01-09 08:28:00

બરોડાએ પ્રથમ ઇનિંગમાં 351 રન બનાવ્યા હતા. જે બાદ ઓડીસાએ તેની ઇનિંગમાં 178 રન બનાવ્યા. બીજી ઇનિંગની વાત કરવામાં આવે તો બરોડાએ 258 રન બનાવી તેની સામે ઓડીસાએ ફક્ત 284 રન બનાવ્યા હતા. આ મેચ બરોડાએ 147 રનથી જીત મેળવી હતી. મહત્વનું છે કે આ જીતમાં વડોદરાના 6 પ્લેયયરોનો રોલ મહત્વનો રહ્યો છે.આ રણજી ટ્રોફીમાં ધમાકેદાર શરૂઆત કરવામાં સૌથી મોટો ફાળો જ્યોતસનીલ સિંઘનો છે.જે લખનૌ, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. જેણે પ્રથમ ઇનિંગમાં 73 રન બનાવ્યા હતા. જે બાદ બીજી ઇનિંગમાં 33 રન બનાવ્યા હતા. એટલે કે આ રણજી ટ્રોફીમાં 106 રન બનાવ્યા હતા. આ રન સાથે વડોદરાની ધમાકેદાર શરૂઆત થઈ હતી.બીજા એક પ્લેયરની વાત કરવામાં આવ એ તો ઉત્તરાખંડના શાશ્વત રાવતે પ્રથમ ઇનિંગમાં 17 રન બનાવ્યા પરંતુ બીજી ઇનિંગમાં શાશ્વતે 102 રન બનાવ્યા હતા. એટલે કે આ સિઝનની શરૂઆતમાં જ 119 રન બનાવ્યા હતા.આ સાથે વડોદરાના અન્ય એક પ્લેયર મીતેશ પટેલ જેણે પ્રથમ ઇનિંગ માં જ સેન્ચ્યુરી ફટકારી હતી. મીતેશ રાઇટ હેન્ડ બેટ્સમેન છે. અને વિકેટ કીપર પણ છે. આ ખેલાડી પ્રથમ મેચમાં જ 116 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે આ ખેલાડીનું બીજી મેચમાં પર્ફોમનસ ઓછું હતું પરંતુ ટીમ માટે પ્રથમ ઇનિંગમાં કામ કરી ગયો હતો.આ બાદ સુરતનો અતિત શેઠ જેનું બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. પ્રથમ ઇનિંગમાં સુરતના અતીતે બેટિંગમાં તો 57 રન બનાવ્યા પરંતુ બોલિંગ કરતી વખતે પણ ઓડિશાના ત્રણ પ્લેયરોની વિકેટ ઝડપી હતી. એટલે કે આ મેચનો સ્ટાર પ્લેયર સુરતનો અતિત છે તેમ કહેવામાં આવે તો ખોટું નથી.વડોદરાની ટીમના અહમ ખેલાડી એવા કેપ્ટન વિષ્ણુ સોલંકી જેણે આ પ્રથમ સીરિઝમાં 18+79 બનાવ્યા હતા. પિચ પર કેપ્ટને 129 બોલનો સામનો કર્યો હતો.આ સીરિઝમાં બોલરનું પણ આવું જ શાનદાર પ્રદર્શન રહ્યું છે. જેટલું બેટ્સમેનનું જુનાગઢના મહેશ પીઠિયાએ આ સીરિઝમાં પ્રથમ અને બીજી ઇનિંગ મળી કુલ 6 વિકેટ લીધી છે.

Download Our B K News Today App



Related News