પ્રથમ ટેસ્ટમાં ભારતને હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાએ મોટો નિર્ણય લીધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-29 08:22:17
  • Views : 99
  • Modified Date : 2023-12-29 08:22:17

સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દક્ષિણ આફ્રિકાએ માત્ર 3 દિવસમાં જીતી હતી. સેન્ચુરિયન ટેસ્ટમાં ટેમ્બા બાવુમા દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન હતો, પરંતુ તે ઈજાગ્રસ્ત થતા ડીન એલ્ગરે સુકાનીની બાગડોર સંભાળી અને ટીમને જીત તરફ દોરી ગયો. હવે આફ્રિકા ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લેતા બીજી ટેસ્ટમાં પણ ડીન એલ્ગરને જ આફ્રિકાની કપ્તાની સોંપી છે, કારણ કે બાવુમા ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવાનો અર્થ છે કે બાવુમા ભારત સામેની છેલ્લી મેચમાં પણ રમતો જોવા નહીં મળે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરી 2024થી કેપટાઉનમાં રમાશે. એલ્ગર તે ટેસ્ટમાં પણ દક્ષિણ આફ્રિકાનો સુકાની હશે.સેન્ચુરિયન ટેસ્ટમાં ઈજાને કારણે ટેમ્બા બાવુમાને બહાર થવું પડ્યું હતું. ફિલ્ડિંગ કરતી વખતે તેને આ ઈજા થઈ હતી, જેના કારણે તેની ડાબી બાજુ હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી. ઈજા બાદ તેનું સ્કેન કરવામાં આવ્યું હતું, જે બાદ સ્થિતિ થોડી ગંભીર બની હતી અને આ જ કારણ છે કે તે ભારત વિરૂદ્ધ બીજી અને છેલ્લી ટેસ્ટ રમતા જોવા નહીં મળે.ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા T20 લીગમાં ટેમ્બા બાવુમાના રમવા અંગે સસ્પેન્સ છે. આ લીગમાં તે સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપનો ભાગ છે. તેના અહીં રમવા કે ન રમવા અંગેનો નિર્ણય ટુર્નામેન્ટની શરૂઆત પહેલા તેની મેડિકલ તપાસ બાદ લેવામાં આવશે.સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમમાંથી ટેમ્બા બાવુમાના બહાર થયા બાદ કેપ્ટન્સી ડીન એલ્ગરને સોંપવામાં આવી હતી. જ્યારે ટેમ્બા બાવુમાના સ્થાને ઝુબેર હમઝાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 28 વર્ષીય ઝુબેર હમઝાએ 2019માં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે 6 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 1 અડધી સદી સાથે 212 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેની એકમાત્ર અડધી સદી ભારત સામે રાંચીમાં રમાયેલી ટેસ્ટમાં બની હતી. તેણે તેની છેલ્લી મેચ ગયા વર્ષે રમી હતી.

Download Our B K News Today App



Related News