દિલ્હીના જેલમંત્રી જેલમાં માલિશ કરાવી રહ્યાં હોવાના CCTV ફૂટેજ આવ્યાં સામે, મામલો પહોંચ્યો પાછો કોર્ટમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-30 13:46:55
  • Views : 229
  • Modified Date : 2022-10-30 13:46:55

 

દિલ્હી સરકારના જેલ મંત્રી અને મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન પર  મોટો ખુલાસો થયો છે. મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઈડીએ કોર્ટમાં એવો ખુલાસો કર્યો છે કે જેલ મંત્રી જેલમાં માલિશ કરાવી રહ્યાં છે તેઓ તિહાર જેલમાં વિશેષ સુવિધા ભોગવી રહ્યાં છે અને ઈડીએ તેના દાવાના સમર્થનમાં કોર્ટમાં સીસીટીવી ફૂટેજના પુરાવા પણ રજૂ કર્યાં હતા. 

 

સત્યેન્દ્ર જૈન કેદી જેવું નહીં વૈભવી જીવન ગાળી રહ્યાં છે જેલમાં 
ઈડીના સોગંદનામા મુજબ સત્યેન્દ્ર જૈનને જેલની અંદર મસાજની સુવિધા મળી રહી છે. એક માણસ તેમના માથા, પીઠ અને પગની માલિશ કરે છે. સત્યેન્દ્ર જૈનને પણ કોર્ટની મંજૂરી વગર ઘરનું ભોજન મળી રહ્યું છે. સત્યેન્દ્ર જૈનની પત્ની પૂનમ પણ તેની સાથે જેલની કોટડીની અંદર લાંબા સમય સુધી રહે છે. ઈડીએ જણાવ્યું કે તિહારના સીસીટીવી ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન આ કેસના અન્ય આરોપીઓને મળતા જોવા મળી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ મુજબ તિહારમાં હાજર આરોપી અંકુશ જૈન અને વૈભવ જૈન. સત્યેન્દ્ર જૈન અવારનવાર તેમની સેલમાં કલાકો સુધી તેમને મળે છે, જે કેસની તપાસ માટે યોગ્ય નથી.

 

પોતાના પર આવતા જેલ પ્રશાસને કર્યો બચાવ 
તિહાર પ્રશાસનના જણાવ્યા અનુસાર ઈડીએ સત્યેન્દ્ર જૈનના સેલ અને તે જે વોર્ડમાં છે તેના ફૂટેજની માંગ કરી હતી. જે બાદ તિહાડ પ્રશાસને તેમને પૂરી પાડી હતી. તિહાડ પ્રશાસનનું કહેવું છે કે સત્યેન્દ્ર જૈનના સેલમાં બહારથી કોઈ આવ્યું નથી. જો કે, સવારે જ્યારે ગણતરી માટે ખુલે છે, ત્યારે વોર્ડમાં હાજર તમામ કેદીઓ એકબીજા સાથે વાત કરી શકે છે. જે સહઆરોપીની વાત થઇ રહી છે તે પણ એ જ વોર્ડમાં છે જેમાં સતેન્દ્ર જૈન વોર્ડમાં છે, તેથી તેઓ એકબીજા સાથે વાત કરી શકે છે. હા, ગણ્યા પછી જ્યારે દરેક જણ પોતપોતાના સેલમાં જાય છે, ત્યારે તેઓ એકબીજાના સેલમાં જઈ શકતા નથી. તિહાર પ્રશાસન કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટને નકારી રહ્યું છે.


Download Our B K News Today App



Related News