અક્ષય કુમાર હોસ્પિટલમાં દાખલ, ફિલ્મ 'રામ સેતુ'ના સેટ પર 45 જુનિયર આર્ટિસ્ટ્સ કોરોના પોઝિટિવ, ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોન થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 11:56:13
  • Views : 445
  • Modified Date : 2021-04-05 11:56:13

        4 એપ્રિલે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે હાલ મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં એડમિટ થયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે ચાહકોને તેની ચિંતા કરવા બદલ અને પ્રાર્થના માટે આભાર માન્યો છે.અક્ષય કુમાર મુંબઈમાં ફિલ્મ 'રામ સેતુ'ના શૂટિંગમાં વ્યસ્ત હતો. રામ સેતુના સેટ પર અન્ય 45 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ જાણકારી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝના જનરલ સેક્રેટરી અશોક દુબેએ આપી છે. અક્ષયે ચાર દિવસ પહેલાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું મુહૂર્ત અયોધ્યામાં કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121