હિમાંશી સાથે ઝઘડો થયા બાદ શહનાઝ ગીલે આત્મહત્યા કરવાની ટ્રાય કરી હતી, 'ક્યા કરું મેં મર જાઉં' ડાયલોગથી ફરી વાઇરલ થઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-27 13:25:37
  • Views : 448
  • Modified Date : 2021-01-27 13:25:37

    પંજાબી મોડલ અને સિંગર શહનાઝ ગીલને ટીવી શો 'બિગ બોસ 13'થી ઘણી પોપ્યુલારિટી મળી. સિદ્ધાર્થ શુક્લા સાથે રોમાન્સ કરવાથી લઈને રસપ્રદ વાતો સુધી, શહનાઝ ગિલ ઘણા કારણોસર ચર્ચામાં રહી છે. હાલમાં જ પોપ્યુલર મ્યુઝિક ક્રિએટર યશરાજ મુખાતેએ શહનાઝના ડાયલોગ પર એક રેપ સોન્ગ બનાવ્યું છે, જે આજકાલ દરેકની જીભે ચડી ગયું છે. બિગ બોસથી ફેમ મેળવનારી શહનાઝ આ શોમાં આવતા પહેલાં તેની પર્સનલ લાઈફને કારણે ઘણી વિવાદમાં રહી છે. આવો જાણીએ કે કેવી છે પંજાબની કેટરીના કૈફ શહનાઝ ગીલની જર્ની.

    શહનાઝ ગીલે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અમુક બ્યુટી કોન્ટેન્ટમાં સામેલ થયા બાદ શહનાઝ 2015માં ગુરવિન્દર બરારના સોન્ગ શિવ દી કિતાબ અને કંવર ચહલના સોન્ગ માઝે ડી જટ્ટી મ્યુઝિક વીડિયોમાં દેખાઈ. ત્યારબાદ એક્ટ્રેસ પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો બની ગઈ.

    હિમાંશી ખુરાના અને શહનાઝ ગીલ બિગ બોસ 13માં આવતા પહેલાં પરસ્પર દુશમનીને કારણે ઘણા વિવાદોમાં હતા. જણાવી દઈએ કે શહનાઝ ગીલે સ્નેપચેટ પર લાઈવ જઈને હિમાંશી ખુરાનાના સોન્ગ આઈ લાઈક ઈટને અત્યાર સુધીનું સૌથી ખરાબ સોન્ગ ગણાવ્યું હતું. એક્ટ્રેસે હિમાંશી માટે ઘણા અપશબ્દો યુઝ કર્યા હતા. તેના જવાબમાં હિમાંશી ખુરાનાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટથી લાઈવ આવીને વળતો જવાબ આપ્યો હતો.

    હિમાંશીએ બિગ બોસમાં જણાવ્યું હતું કે શહનાઝના બોયફ્રેન્ડે તેને રોડ પર છોડી દીધી હતી અને તેણે તેની મદદ કરી હતી. હિમાંશી, શહનાઝને તેના ઘરે લઇ ગઈ હતી અને તેણે તેની ટીમને તેને જમાડવા માટે કહ્યું હતું. પણ તેના થોડા દિવસ પછી શહનાઝે સોશિયલ મીડિયા પર તેના માટે અપમાનજનક વાત કરવાની શરૂ કરી દીધી હતી. તે સમયે શહનાઝને જવાબ આપતા હિમાંશીએ કહ્યું હતું, જ્યારે તારા બોયફ્રેન્ડે તને રોડ પર છોડી હતી ત્યારે મેં તારી મદદ કરી હતી પણ તું અહેસાન ફરામોશ છે, ચુડેલ પણ 7 ઘર છોડીને વાર કરે છે, કઈ સ્કૂલમાં ભણી છે તું.શહનાઝ ગિલના પિતા સંતોષ ગીલે સ્પોસ્ટબોય સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિવાદ દરમ્યાન હિમાંશીએ શહનાઝને એટલી ટોર્ચર કરી હતી કે તે ત્રાસી જઈને આત્મહત્યા કરવાની ટ્રાય કરી ચૂકી છે. આ ખુલાસા બાદ ફરી એકવાર બંને વિવાદમાં આવ્યા હતા.

    શહનાઝના પિતા સંતોષના ખુલાસા પછી હિમાંશીએ સોશિયલ મીડિયા પર કહ્યું, 'જો તમારી દીકરીએ મારા કારણે આત્મહત્યા કરવાની ટ્રાય કરી છે તો સોરી પણ તમે તમારી દીકરીને પણ સમજાવો કે જાતે જ કોન્ટ્રોવર્સી કરો અને પછી જાતે જ ડિસ્ટર્બ થઇ જાઓ. જ્યારે તમારી દીકરી કેનેડા ઇન્ટરવ્યૂમાં બોલી હતી કે મને કોન્ટ્રોવર્સીને કારણે કામ મળી રહ્યું છે. તમે સમજી વિચારીને ઇન્ટરવ્યૂ આપો.'

    રસોડે મેં કૌન થા વીડિયો ક્રિએટર યશરાજ મુખાતેએ શહનાઝ ગીલના ડાયલોગ ક્યા કરું મેં મર જાઉંનું રેપ સોન્ગ બનાવ્યું હતું. આ વીડિયો ડિસેમ્બર 2020માં રિલીઝ થયો હતો જેને અત્યારસુધી 8 મિલિયનથી વધુ લોકોએ જોઈ લીધો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફરી એકવાર શહનાઝનું જાદુ આખા દેશમાં ચાલ્યું. જણાવી દઈએ કે બિગ બોસ બાદ શહનાઝ ભૂલા દૂંગા, કહ ગઈ સોરી, શોના -શોના, કુર્તા પજામા અને વાદા હૈ મ્યુઝિક વીડિયોમાં દેખાઈ છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139