પરેશ રાવલનો પુત્ર આદિત્ય 'બમફાડ' ફિલ્મથી કરશે ડેબ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 10:09:26
  • Views : 527
  • Modified Date : 2019-04-14 10:09:26

પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ શૈકા ફિલ્મ્સની 'બમફાડ' ફિલ્મથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.ટેલિવિઝન માટે પ્રસિદ્ધ મરાઠી ફિલ્મ સૈરાટનું રૂપાંતર કરનારા પ્રદીપ કુમાર અને તેમની પત્ની શૈકા પરવીને 'શૈકા ફિલ્મ્સ' નામે એક ફિલ્મ કંપની સ્થાપી છે. મહત્વનું છે કે, આ કંપની બમફાડ ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મ ફ્લોર પર જઇ ચૂકી છે અને આ ફિલ્મનું બે ત્રણ દિવસનું શૂટિંગ પણ કાનપુરમાં થઇ ચૂક્યું છે. આદિત્ય રાવલ સાથે અભિનેત્રી શાલિની પાંડે જોવા મળશે. તમિલ અને તેલુગુ ફિલ્મોની આ હિરોઈન ગયા વર્ષે આવેલી કાજોલની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’માં પણ આવી ચુકી છે પરંતુ આ વખતે તે ફિલ્મ બમફાડમાં લીડ રોલમાં જોવા મળશે.ઉલ્લેખનીય છે કે, અનુરાગ કશ્યપ આ ફિલ્મના પ્રસ્તુતકર્તા છે અને રંજન સિંઘ ચંદેલ એના ડાયરેક્ટર છે. કાનપુરની ડીએવી કૉલેજ, મોલ રોડ પર આવેલી રીટા હૉટલ અને ફૂલબાગમાં કેટલાક દ્રશ્યોનું શૂટિંગ થઇ ચૂક્યું છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119