કરોડોની કાર ભેટમાં મળી:ભૂષણ કુમારે કાર્તિક આર્યન બાદ 'આદિપુરુષ'ના ડિરેક્ટર ઓમ રાઉતને લક્ઝૂરિયસ કાર આપી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-19 17:52:15
  • Views : 313
  • Modified Date : 2022-10-19 17:52:15

    બોલિવૂડ ફિલ્મ 'આદિપુરુષઅંગે ઘણો જ વિવાદ થયો હતો. ફિલ્મે હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકેઆ તમામની વચ્ચે ડિરેક્ટર ઓમ રાઉતને ફિલ્મના પ્રોડ્યૂસરે મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે. ઉલ્લેખનીય છે કે ભૂષણ કુમારે થોડાં સમય પહેલાં જ કાર્તિક આર્યનને સ્પોર્ટ્સ કાર મેકલારેન GT આપી હતી.ભૂષણ કુમારે ઓમ રાઉતને ફેરારી F8 ટ્રિબૂટો કાર આપી છે. લાલ રંગની કારની કિંમત 4.8 કરોડથી વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.'આદિપુરુષરામાયણ પર આધારિત છે. ટીઝર રિલીઝ થયા બાદ યુઝર્સે કહ્યું હતું કે ફિલ્મમાં સૈફે રાવણનો નહીંપરંતુ મુઘલ શાસકનો રોલ પ્લે કર્યો હોય તેમ લાગે છે. સો.મીડિયામાં #SAIF અને #Disappointingadipurush ટ્રેન્ડ થયું હતું.ઓમ રાઉતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, 'મને ઘણું જ દુઃખ થયુંપરંતુ નવાઈ લાગી નથીકારણ કે ફિલ્મ બિગ સ્ક્રીન માટે તૈયાર કરવામાં આવી છે. તમે એક લિમિટ સુધી કટ કરી શકો છોપરંતુ મોબાઇલમાં જોવાલાયક બનાવી શકતા નથી. જો આ મારા હાથમાં હોત તો હું યુટ્યૂબ પર ક્યારેય ટીઝર રિલીઝ કરત નહીંપરંતુ આ સમયની ડિમાન્ડ છે. વધુમાં વધુ ઓડિયન્સ સુધી આ ફિલ્મ પહોંચે એ માટે ટીઝર વિવિધ સો.મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવું જરૂરી હતી.'ઓમ રાઉતે વધુમાં કહ્યું હતું, 'અમારી ફિલ્મ માટે સિનિયર સિટિઝન્સ મુખ્ય દર્શકો છે. તેઓ થિયેટરમાં બહુ ઓછા જાય છે. અમે ઈચ્છીએ છીએ કે દૂર-દૂરના લોકો પણ અમારી ફિલ્મ જુએકારણ કે આ રામાયણ છે. આ ફિલ્મ કોઈ એક માટે નથીપરંતુ દરેક જનરેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી 'આદિપુરુષઆવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદીતેલુગુતમિળકન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.

 

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121