અવોર્ડ શોમાં પાતળી દેખાવવા એક્ટ્રેસ ઝાંગ મેંગે એકદમ ટાઈટ ડ્રેસ પહેર્યો, પાંસળીમાં દુખાવો થતાં હોસ્પિટલ જવું પડ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 14:21:09
  • Views : 369
  • Modified Date : 2021-03-19 14:21:09

    ફેશન સેન્સ હોય તે સારી વાત છે. જોકે, આ જ ફેશન સેન્સને કારણે ક્યારેક શરીરને નુકસાન પહોંચે તો તે ખોટું છે. સ્વાસ્થ્ય કરતાં જ્યારે ફેશનને વધુ મહત્ત્વ આપવામાં આવે તો તેવી ફેશન અંગે બેવાર વિચાર કરવો જોઈએ. આવું જ કંઈક ચાઈનીઝ એક્ટ્રેસ ઝાંગ મેંગ સાથે બન્યું હતું. ઝાંગ મેંગને ટાઈટ ડ્રેસને કારણે હોસ્પિટલ જવું પડ્યું હતું.

    ઝાંગ મેંગ ચીનના જાણીતા અવોર્ડ શો વેઈબોમાં જોવા મળી હતી. પહેલી માર્ચના રોજ યોજાયેલા આ અવોર્ડમાં 39 વર્ષીય ઝાંગ મેંગ વિક્ટોરિયન સ્ટાઈલના ગ્રીન આઉટફિટ પહેરીને આવી હતી. આ ડ્રેસમાં ઝાંગ મેંગ ઘણી જ પાતળી લાગતી હતી.ઝાંગ મેંગે રેડ કાર્પેટ પર ઘણી જ સહજતાથી પોઝ આપ્યા હતા. ચાહકોએ ઝાંગના ડ્રેસના ઘણાં જ વખાણ કર્યા હતા. જોકે, આ ડ્રેસને કારણે ઝાંગ મેંગને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. વાસ્તવમાં અવોર્ડ શો પૂરો થયા બાદ ઝાંગ મેંગને પાંસળીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને આ કારણે તેને દવાખાને જવું પડ્યું હતું.

    ઝાંગ મેંગે સો.મીડિયામાં હોસ્પિટલ રજિસ્ટ્રેશનની રિસિપ્ટનો ફોટો શૅર કર્યો હતો. તેણે શાંઘાઈ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. વધુ પડતાં ટાઈટ ડ્રેસને કારણે ઝાંગ મેંગની પાંસળીઓમાં ઈજા થઈ હતી.વધુમાં ઝાંગે કહ્યું હતું, 'તમારા તમામની ચિંતા માટે આભાર. હવે મને સારું છે. વાસ્તવમાં મારો ડ્રેસ ઘણો જ ટાઈટ હતો. જોકે, મારી પાસે ઓલ્ટર કરાવવાનો બિલકુલ સમય નહોતો. ડ્રેસની કોઈ ભૂલ નથી. હું જ થોડી જાડી થઈ ગઈ છું.' એક્ટ્રેસે આગળ કહ્યું હતું, 'તમે પણ તમારી તબિયતનું ધ્યાન રાખો. સુંદરતાની સાથે સાથે શરીર પર ફોકસ કરવું જરૂરી છે.'

    ડૉક્ટર્સના મતે, ડ્રેસ વધુ પડતો ટાઈટ હોવાને કારણે પાંસળીઓ અંદર દબાઈ જાય છે અને તેને કારણે તેની પર પ્રેશર આવે છે. આ જ કારણે દુખાવો થાય છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139