મૃતદેહને પોતાની સાથે લઈને 2 હોસ્પિટલના ચક્કર લગાવતી રહી પત્ની, મૃત જાહેર કરાયો છતાં પોતાની સાથે લઈને ઘરે આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-16 13:16:19
  • Views : 402
  • Modified Date : 2021-02-16 13:16:19

    'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતના મિત્રનો રોલ પ્લે કરનાર એક્ટર સંદીપ નાહરના મૃતદેહને સાથે લઈને તેની પત્ની 2 હોસ્પિટલના ચક્કર લગાવતી રહી. સંદીપને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા બાદ તેની પત્ની પોલીસને જાણ કર્યા વગર મૃતદેહને પોતાની સાથે ઘરે લઈને આવી.

    સંદીપે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. 15 ફેબ્રુઆરીની સાંજે તેની ડેડબોડી લટકતી મળી. મરતા પહેલાં નાહરે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે તે તેની પત્નીને કારણે માનસિક રીતે ઘણો ત્રાસી ગયો છે અને માટે આત્મહત્યા જેવું ડગલું ભરી રહ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર, સંદીપે તેના રૂમનો દરવાજો બંધ કરીને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી અને જ્યારે તેની જાણ તેની પત્ની કંચન શર્માને થઈને તો તેણે દરવાજો તોડવા માટે કાર્પેન્ટરને બોલાવ્યો હતો. બંનેએ મળીને દરવાજો તોડ્યો. તેની પત્નીએ બે અન્ય લોકો સાથે મળીને સંદીપને પંખેથી નીચે ઉતાર્યો અને તેને નજીકના હોસ્પિટલમાં લઇ ગઈ.


    જોકે, સુસાઇડનો કેસ હોવાને કારણે તેને હોસ્પિટલમાં એડમિટ કરવાની ના પાડી દેવાઈ. ત્યારબાદ તેને અન્ય એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ત્યારબાદ કંગના ડેડબોડીને ઘરે પરત લઈને આવી ગઈ હતી અને ઘર આવ્યા બાદ પોલીસને તેની જાણકારી અપાઈ. ત્યારબાદ પોલીસે ડેડબોડી પોતાના કબ્જામાં લઇ લીધી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ જેથી મૃત્યુનું કારણ જાણી શકાય. આ કેસમાં રૂમનો દરવાજો ખોલનારા કાર્પેન્ટરનું સ્ટેટમેન્ટ ઘણું મહત્ત્વનું હોઈ શકે છે. આજે પોલીસ તેનું સ્ટેટમેન્ટ ફાઈલ કરી શકે છે.

    મરતા પહેલાં સાંજે સંદીપે તેના સોશિયલ મીડિયા પર 9 મિનિટનો એક વીડિયો અને સુસાઇડ નોટ પોસ્ટ કરી હતી. તેમાં તેણે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે સંદીપે આત્મહત્યા કઈ રીતે કરી. DCP વિશાલ ઠાકુરે કહ્યું, 'સંદીપની પત્ની કંચને જણાવ્યું કે સંદીપની બોડી હેંગિગ પોઝિશનમાં હતી. તેણે બે લોકો સાથે મળીને બોડીને નીચે ઉતારી. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ ખબર પડશે.' આજે બપોર પછી સંદીપનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી શકે છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139