ઓસ્કર વિનિંગ એક્ટર ક્રિસ્ટોફર પ્લમરનું 91 વર્ષની વયે નિધન, પડી જવાને કારણે માથામાં ઈજા થઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 13:09:09
  • Views : 367
  • Modified Date : 2021-02-06 13:09:09

    હોલિવૂડના દિગ્ગજ ઓસ્કર વિજેતા એક્ટર ક્રિસ્ટોફર પ્લમરનું 91 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. આ વાતની પુષ્ટિ શુક્રવારે તેમના જૂના મિત્ર અને મેનેજર લો પિટે આપી છે. ક્રિસ્ટોફરની 51 વર્ષની પત્ની એલેન ટેલરે જણાવ્યું કે, પડી જવાને કારણે માથામાં ઈજા થઈ હતી જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ મહાન એક્ટરના નિધનથી દુનિયાભરના ફિલ્મ જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. દરેક તેમના શ્રેષ્ઠ કામને યાદ કરીને ભાવુક થઈ રહ્યાં છે.

    ક્રિસ્ટોફર પ્લમરને ક્રિટિકલી અકલેમ્ડ ફિલ્મ 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક'માં શાનદાર એક્ટિંગ માટે જાણીતા છે. મૂળ કેનેડાના પ્લમરે પોતાની કરિયરમાં એક ઓસ્કર, બે ટોની, અને બે એમી અવોર્ડ પોતાના નામે કર્યા. તેમને સ્ટેજ પર વિલિયમ શેક્સપીયરની ભૂમિકા માટે પણ પ્રખ્યા હતા. 'સાઉન્ટ ઓફ મ્યુઝિક' ઉપરાંત પ્લમર પોતાના સાત દાયકાની લાંબી કરિયરમાં 'ઓલ ધ મની ઈન ધ વર્લ્ડ' અને 'ધ લાસ્ટ સ્ટેશન' જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ માટે પણ જાણીતા છે.

    પ્લમરનો જન્મ 13 ડિસેમ્બર 1929ના રોજ ટોરોન્ટોમાં થયો હતો. તેમણે ફ્રેન્ચ અને ઈંગ્લિશ બંને ભાષામાં સ્ટેજ અને રેડિયો પર પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી. 1954માં પોતાના ન્યૂ યોર્ક સ્ટેજ ડેબ્યૂ બાદ તેમણે બ્રોડવે અને લંડનના વેસ્ટ એન્ડમાં ઘણા પ્રખ્યાત પ્રોડક્શનમાં એક્ટિંગ કરી હતી. પ્લમરે 'ધ સ્ટારક્રોસ સ્ટોરી'થી પોતાનું બ્રોડવે ડેબ્યૂ કર્યું હતું. અગાઉ પ્લમરે ન્યૂયોર્ક સ્ટેજ પર પોતાની ઓળખ બનાવી લીધી હતી. ત્યારે તેમણે 'જે.બી', 'ધ ટોની' અને 'બુક ઓફ જોબ' પ્લેમાં દમદાર એક્ટિંગ કરી હતી. પ્લમરે 2010માં આવેલી ફિલ્મ 'બિગિનર્સ' માટે એકેડમી અવોર્ડ પણ જીત્યો હતો. ત્યારે તે 82 વર્ષની ઉંમરમાં આ એવોર્ડ જીતનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બના ગયા હતા. તેમણે 'ઓલ ધ મની ઈન ધ વર્લ્ડ' માટે ઓસ્કર માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા.

    ડાયરેક્ટર સિડની લ્યૂમેટે ફિલ્મ 'સ્ટેજ સ્ટ્રક' (1958)માં પ્લમરને મોટા પડદે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે 'ફોલ ઓફ ધ રોમ એમ્પાયર' (1964), 'બેટલ ઓફ બ્રિટન' (1969), વોટરલૂ' (1970), 'ધ મેન હુ બીન કિંગ' (1975), 'સ્ટાર ટ્રેક VI' (1991) અને 'ટ્વેલ્વ મંકીઝ' (1995) જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. તે ઉપરાંત પ્લમર રોયલ નેશનલ થિયેટર અને રોયલ શેક્સપીયર કંપનીના પૂર્વ પ્રમુખ સભ્ય હતા. જ્યાં તેમણે લંડન ઈવનિંગ સ્ટાન્ડર્ડ થિયેટર એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટરનો અવોર્ડ જીત્યો હતો.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139