અભિનંદન જેવી મૂછો રાખી હતી, હેર ડ્રેસરે કાપી નાંખી તો કરી પોલીસ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 17:43:58
  • Views : 476
  • Modified Date : 2019-07-18 17:43:58

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડનાર ભારતીય વાયુસેનાના મિગ-21ના પાયલોટ અભિનંદન વર્થમાન જેવી મૂછો રાખવાનુ આજકાલ ચલણ શરૂ થયુ છે.જોકે, આ મૂછો વિખવાદનુ કારણ પણ બની રહી છે. નાગપુરમાં 35 વર્ષના કિરણ ઠાકુર નામના યુવકે એક હેર ડ્રેસર સુનિલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.કિરણ ઠાકુરે હેર ડ્રેસર પર આરોપ મુક્યો છે કે, હું સુનિલની દુકાન પર શેવિંગ કરાવવા માટે ગયો હતો ત્યારે સુનિલે મારી અભિનંદન સ્ટાઈલની મૂછો જાણી જોઈને કાપી નાંખી હતી. મેં તેને આ બાબતે ટોક્યો હતો ત્યારે તેણે ઉલ્ટાની મને ધમકીઓ આપવા માંડી હતી.બીજી તરફ સુનિલે સફાઈ આપતા કહ્યુ હતુ કે, મૂછો કાપવાનો મારો ઈરાદો નહોતો પણ દાઢી કરતા-કરતા ભૂલથી મૂછો કપાઈ ગઈ હતી.જોકે, પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધી લીધી છે

Download Our B K News Today App



Related News