રેવ પાર્ટીમાં દરેક રંગનો અલગ ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 11:30:57
  • Views : 652
  • Modified Date : 2019-05-06 11:30:57

ડીજેની રંગીન લાઇટ, દારૂ અને હુક્કામાં કેટલાંય પ્રકરના માદક પદાર્થ…મોકો હતો શનિવારની આખી રાત ચાલનાર રેવ પાર્ટીની જે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલવાની હતી. આ પાર્ટીમાં કોલેજ ગોઇંગ સ્ટુડન્ટની સાથે દિલ્હી અને હરિયાણાના નોકરિયાત છોકરાઓ પણ સામેલ હતા…આ બધું ચાલી રહ્યં હતું ત્યાં રાત્રે 1 વાગ્યે પોલીસે રેડ પાડીને 31 છોકરીઓ અને 161 છોકરાઓની ધરપકડ કરી. આ છોકરીઓમાં એસ્કૉર્ટસ સર્વિસથી હાયર કરાયેલી 8 કોલગર્લ્સ પણ સામેલ હતી, તેનું કામ આખી રાત છોકરાઓને ‘એન્ટરટેન’ કરાવાનું હતું. વાત છે દિલ્હીને અડીને આવેલા ઉત્તરપ્રદેશમાં ગણાતા નોઇડામાં રેવ પાર્ટીની ઐય્યાશી ચાલી રહી હતી. આ પાર્ટીની જાણ થતાં જ નોઇડાના એસએસપી વૈભવ કૃષ્ણને બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.આ પાર્ટીમાં દરોડા પાડવા તેમણે લોકલ પોલીસને જાણ ના થવા દેતા બીજા વિસ્તારની પોલીસ સાથે ટીમ બનાવી અને તેના માટે નજીકના પોલીસ સ્ટેશનની 39 પોલીસને સિલેકટ કરી હતી. દરોડ પહેલાં પોલીસની એક ટીમને સામેલ કરાઇ અને તમામ ઐય્યાશીના વીડિયો બનાવ્યો અને મોડી રાત્રે એસએસપી એ પોલીસબળ સાથે દરોડા પાડી તમામને રંગે હાથે પકડી લીધા.આરોપીઓમાં મુખ્યત્વે ફાર્મ માલિક અમિત ત્યાગી સહિત 5 આયોજક સામેલ હતા. તમામ પાર્ટી કરવાની સાથે દિલ્હી-એનસીઆરમાં યુવાનોને ફેસબુક, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાથી પાર્ટીનો પ્રચાર કરતા હતા. મોટાભાગના છોકરાઓ દિલ્હીમાં અભ્યાસ કરનારા હતા. છોકરીઓમાં 8 કોલગર્લ ‘એન્ટરટેનમેંટ’ માટે એસ્કૉર્ટ્સ સર્વિસીસથી આયોજકોએ હાયર કરી હતી. તેઓ પાર્ટીમાં આવેલા છોકરાઓને એન્ટરટેન કરી પૈસા કમાતી હતી. તેમાં તેમનું 10 ટકા કમિશન હતું.ઐય્યાશીની પાર્ટીમાંથી 112 બોટલ બીયર, નાના-મોટા હુક્કા, ડીજે સિસ્ટમ, દારૂ, તમાકુ લેપટોપથી લઇ કેટલીય આપત્તિજનક સામગ્રી મળી. ડિસ્કોથેક અને સ્વિમિંગ પુલમાં ઓપન પાર્ટી કરાવી ચૂકયા છે. સ્થાનિક પોલીસની મિલીભગત આ પાર્ટી માટે છે.પુલ સેટરડે નાઇટ નામની આ રેવ પાર્ટી માટે છોકરાઓની એન્ટ્રી માટે 10000 રૂપિયા ફી હતી. આ સિવાય પાર્ટીમાં દારૂ, બીયર, હુક્કા અને ખાવાના સામાનની કિંમત સામાન્ય કરતાં 3 થી 4 ગણી વધુ હતી. જો કોઇ યુવકને સ્વિમિંગ પુલમાં યુવતીની સાથે જવું હોય તો તેનો અલગથી ચાર્જ આપવો પડતો હતો.

Download Our B K News Today App



Related News