આશિકીના એક્ટર રાહુલ રોયને આપવામાં આવી રહી છે સ્પીચ થેરપી, હોસ્પિટલમાં બ્રેકફાસ્ટનો ફોટો શેર કર્યો,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 16:08:10
  • Views : 393
  • Modified Date : 2020-12-15 16:08:10

    બ્રેન સ્ટ્રોક પછી હોસ્પિટલમાં દાખલ 52 વર્ષનો એક્ટર રાહુલ રોયને સ્પીચ થેરપી આપવામાં આવી રહી છે. રાહુલને મીરા રોડ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલાં તેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેને 8 ડિસેમ્બરના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. રાહુલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, હોસ્પિટલમાં 19 દિવસ થઈ ગયા છે.મંગળવારે રાહુલ રોયે સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો, જેમાં તે હોસ્પિટલમાં બ્રેકફાસ્ટ કરતાં નજરે પડે છે. આ સિવાય તેણે હોસ્પિટલમાં ચેક ઈનનો ફોટો પણ શેર કર્યો છે. રાહુલે બહેન પ્રિયંકા સાથે ફોટો શેર કર્યો છે. ફોટો સાથે રાહુલે લખ્યું કે- હોસ્પિટલમાં 19મો દિવસ અને બ્રેકફાસ્ટની મજા માણી રહ્યો છું. રિકવરી થઈ રહી છે. ડૉક્ટર્સે અને મારી બહેન મારી ડાયટ પર સંપર્ણ કન્ટ્રોલ રાખી રહ્યા છે.

    રાહુલ રોય 1990માં આવેલી મ્યુઝિકલ હિટ આશિકીથી રાતો રાત સુપર સ્ટાર બની ગયો હતો. હાલ ‘કારગિલ’માં ગલવાન ઘાટી ઘટનાક્રમ પર બેઝ્ડ ફિલ્મ ‘LAC’નું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તે કેટલાક દિવસ ICUમાં જ હતો.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121