આર્ટિકલ 15નું ટ્રેલર લોન્ચ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-30 17:14:03
  • Views : 592
  • Modified Date : 2019-05-30 17:14:03

બહુચર્ચિત ફિલ્મ ‘મુલ્ક’ બાદ ડિરેક્ટર અનુભવ સિંહાની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 15’ની ભારે ચર્ચા છે. ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે, જેમાં તે એક પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. ફિલ્મની ટીમનો દાવો છે કે આ ફિલ્મનો વિષય એવો છે જેના પર આજ સુધી એકપણ ફિલ્મ બની નથી. આ ફિલ્મમાં જાતિવાદના મુદ્દાને હાઇલાઇટ કરવામાં આવ્યો છે. અનુભવ સિન્હા અને આયુષ્માન પહેલીવાર બંને એકબીજા સાથે કામ કરી રહ્યા છે.  અત્યારસુધી એકદમ હટકે ફિલ્મો કરનાર આયુષ્માને ગયા વર્ષે અંધાધુન અને બધાઈ હો જેવી હિટ ફિલ્મ આપી હતી. આ ફિલ્મમાં આયુષ્માન સિવાય ઈશા તલવાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા, એમ નાસિર, આશીષ વર્મા, સુશીલ પાંડે જેવા કલાકારો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139