આમિર ખાનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ, ઘરમાં જ ક્વૉરન્ટીન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 13:21:53
  • Views : 368
  • Modified Date : 2021-03-24 13:21:53

    દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. આ જ કારણે છેલ્લાં કેટલાંક સમયથી ઘણાં બોલિવૂડ તથા ટીવી સ્ટાર્સને કોરોના થઈ રહ્યો છે. હવે આમિરિ ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમિર ખાનના સ્પોકપર્સને રિલીઝ કરેલાં નિવેદનમાં કહ્યું હતું, 'આમિર ખાનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે સેલ્ફ ક્વૉરન્ટીન છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે. તેની તબિયત સારી છે. છેલ્લાં થોડાં દિવસોમાં આમિરના સંપર્કમાં આવેલા તમામ લોકોએ ટેસ્ટ કરાવી લેવા. તમારી ચિંતા તથા શુભેચ્છા માટે આભાર.'

    વધુમાં આમિર ખાનના નિકટના સૂત્રોના મતે, એક્ટરે પોતાના સ્ટાફને આરામ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત ટેસ્ટ તથા જરૂરી પ્રિકોશન લેવાનું પણ કહ્યું છે. આમિર ખાન પૂરી રીતે સાજો થઈ જશે ત્યારબાદ જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ ફરી શરૂ કરશે.

    14 માર્ચના રોજ આમિર ખાને 55મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જન્મદિવસના એક દિવસ બાદ એટલે કે 15 માર્ચના રોજ આમિર ખાને જાહેરાત કરી હતી કે તે સો.મીડિયા છોડે છે. આમિર ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મિત્રો, મારા જન્મદિવસ પર તમારા પ્રેમ અને શુભેચ્છા માટે આભાર. મારું હૃદય ભરાઈ ગયું. અન્ય સમાચાર એ છે કે સો.મીડિયામાં આ મારી છેલ્લી પોસ્ટ છે. હું અન્યમાં ઘણો જ એક્ટિવ છું. તેથી જ મેં આ છોડવાનો નિર્ણય લીધો છે. પહેલાંની જેમ આપણે એકબીજા સાથે કમ્યુનિકેશન કરતાં રહીશું. વધુમાં AKPએ ઓફિશિયલ ચેનલ શરૂ કરી છે. ભવિષ્યમાં મારી તથા મારી ફિલ્મની અપડેટ્સ તમને અહીંથી મળી રહેશે. આ ઓફિશિયલ હેન્ડલ છે, @akppl_official. હંમેશાં બહુ બધો પ્રેમ.'

    આજના ડિજિટલ યુગમાં આપણે 15 મિનિટ પણ મોબાઈલથી દૂર રહી શકતા નથી. મોબાઈલ વગર જીવનની કલ્પના કરવી હવે તો મુશ્કેલ બની ગઈ છે. જોકે, ગયા મહિને આમિરે મોબાઈલનો ઉપયોગ ના કરવાનું નક્કી કર્યું હતું. આમિરને લાગે છે કે મોબાઈલને કારણે તેના કામમાં અડચણો આવી રહી છે.આમિરે 'નો ફોન પોલિસી' માત્ર સેટ પર જ નહીં, પરંતુ પર્સનલ લાઈફમાં પણ અપનાવી છે. આમિરે પહેલી ફેબ્રુઆરીથી આનો અમલ શરૂ કર્યો હતો. પરિવાર તથા નિકટના સાથીઓએ જો આમિરનો સંપર્ક કરવો હશે તો તેમણે એક્ટરના મેનેજર સાથે વાત કરવાની રહેશે.

    આમિર ખાને રાજસ્થાનથી મુંબઈ પરત ફરીને 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ શરૂ કર્યું છે. આમિરની ફિલ્મનું ડિરેક્શન અદ્વૈત ચંદને કર્યું છે. આમિરની ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ટૂંક સમયમાં શરૂ કરશે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થશે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર, મોના સિંહ પણ છે.રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, આશિષ વિદ્યાર્થી, મનોજ વાજપેઈ, સતિશ કૌશિક, ડિરેક્ટર અમિત શર્મા, તારા સુતારિયા તથા સિદ્ધાંત ચતુર્વેદી કોરોના પોઝિટિવ આવ્યા હતાં. સંજય લીલા ભણસાલી તથા તારા સુતરિયાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે.

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ મયૂર વાકાણી તથા મંદારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડમાં કોરોના ફરીથી વકર્યો હોવાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ફિલ્મ સિટીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી. માસ્ક વગર લોકોને ફિલ્મ સિટીમાં પ્રવેશ આપવામાં આવે છે. ફિલ્મ સિટીની અંદર કેન્ટિન અને અન્ય જગ્યાઓ પર પણ લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140