હોસ્પિટલમાંથી રાહુલ રોયનો વીડિયો સામે આવ્યો, બહેન-જાજીજા સાથે જોવા મળ્યો, કહ્યું- હું ઠીક થઈ રહ્યો છું, જલદી પરત ફરીશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 15:58:10
  • Views : 396
  • Modified Date : 2020-12-07 15:58:10

    બોલિવૂડ એક્ટર રાહુલ રોયે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે બહેન તથા જાજાજીની મદદ લઈને ઊભો રહ્યો છે. આ વીડિયોમાં રાહુલની બહેને એક્ટર તરફથી ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વીડિયો પોસ્ટ કરીને રાહુલે કહ્યું હતું, 'હું ઠીક થઈ રહ્યો છું. મારા તમામ મિત્રો, પરિવાર તથા ચાહકો, આ તમામ મારા માટે પરિવાર જેવા છે. પ્રેમ તથા પ્રાર્થના માટે આભાર. જલદીથી પરત આવીશ.'52 વર્ષીય એક્ટર રાહુલ રોય કારગિલમાં 'LAC'નું શૂટિંગ કરતો હતો. અહીંયા માઈનસ 17 ડિગ્રીમાં શૂટિંગ કરવાને કારણે રાહુલ રોયને બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાનું કહેવાય છે. રાહુલને પહેલાં કારગિલની હોસ્પિટલમાં અને પછી શ્રીનગર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138