ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે સાંસદ સભ્ય પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં રસ્સાખેચ સ્પર્ધા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-10 11:08:53
  • Views : 263
  • Modified Date : 2022-06-10 11:08:53

 

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે રમતવીરો માટે ઉજવાતા ખેલ મહાકુંભ અંતર્ગત અનેક રમતવીરો પોતાનામાં રહેલ કૌશલ્ય શક્તિ બતાવી રમતક્ષેત્રે પ્રગતિ કરતા હોય છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ રમત વિશે જાણતા થાય અને પોતાના ગામનું નામ રોશન કરે તેથી દર વર્ષે ખાસ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે જેમાં અસંખ્ય રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લઇ સારું પ્રદર્શન કરતા હોય છે જે અંતર્ગત હવે રાજ્ય સરકાર દ્વારા સાંસદ રમત-ગમતની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સાંસદ સભ્ય ની અધ્યક્ષતા માં રમત ઉત્સવ ની ઉજવણી કરવાનું સરકારે નક્કી કરી છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાની આખોલ ગામે આવેલ સરસ્વતી સ્કૂલ ખાતે પણ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની રસ્સાખેચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રસ્સાખેચ સ્પર્ધામાં મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા હતા અને પોતાનામાં રહેલ કૌશલ્ય શક્તિ નો દેખાવ કરી વિજેતા બન્યા હતા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ રમત રમત વિદ્યાર્થીઓ સહિત મોટા સૌ કોઈ જોડાઈ રહ્યા છે અને આટલી મોટી ઉંમરમાં પણ નાનપણથી જેવી રમતો રમતા રમતવીરો જોવા મળ્યા હતા. આજે યોજાયેલી આ રસ્તા કે સ્પર્ધામાં પુરુષો સાથે મહિલાઓ પણ ઢસા કે સ્પર્ધામાં જોડાઈ હતી અને પુરુષોની જેમ જ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ ના આધારે રસ્તા કે સ્પર્ધામાં જોડાઈ હતી આજે યોજાયેલી રસ્તા કે સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ, પરાગભાઈ માલવી, વિજયભાઈ વાઘેલા, દલાભાઈ પટેલ, ચુનાભાઈ પટેલ, આનંદભાઈ ચૌધરી, ભરતભાઈ ઠાકોર હરજીભાઈ ચૌધરી તેમજ સમગ્ર રસ્તા કે સ્પર્ધાનું સફળ આયોજન વસતાભાઈ ચૌધરી, હરેશભાઈ ચૌધરી, વસંતભાઈ પરમાર અને શામળાજી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું આજે યોજાયેલી આ રસ્તા કે સ્પર્ધામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા

Download Our B K News Today App



Related News