ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપ ટ્રોફી ઉપર પગ રાખતો ફોટો થયો વાયરલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 16:35:39
  • Views : 89
  • Modified Date : 2023-11-20 16:35:39

સોશિયલ મીડિયા પર એક ઓસ્ટ્રેલિયા ખેલાડીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. જેમાં તેમણે તેના પગ નીચે ટ્રોફી રાખી છે. જેને લઈ સોશિયલ મીડિયા ચાહકો ખુબ નારાજ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ટ્રોફીનો આદર કરવો જોઈએ ન કે તેનું અપમાન.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હાર આપી છઠ્ઠી વખત ટાઈટલ પોતાને નામ કર્યું છે. સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાની ટીમના જશ્નના ફોટો ખુબ વાયરલ થઈ રહ્યાછે.એક ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ક્રિકેટ ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે. વાયરલ ફોટોમાં મિચેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી ઉપર પગ રાખી બેઠેલો જોવા મળી રહ્યો છે. આ ફોટો જોયા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીની અલોચના થઈ રહી છે.તમામ યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને માર્શની અલોચના પણ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, વર્લ્ડકપ ટ્રોફીની ઈજ્જત કરતા શીખો.વર્લ્ડ કપ 2023 ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રોમાંચથી ભરેલી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.

Download Our B K News Today App



Related News