બેભાન કરવા માટે માલિકના પરિવારને દવા ભેળવીને સૂપ પીવડાવ્યો, ભાઈએ ઈન્કાર કર્યો તો લૂંટ ન કરી શક્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 15:08:41
  • Views : 563
  • Modified Date : 2021-01-09 15:08:41

    જોધપુર શહેરના સરદારપુરામાં રહેતો એક પ્રતિષ્ઠિત પરિવાર શુક્રવાર રાતે લૂંટખોરોનો શિકાર બનતા બનતા બચી ગયો છે. આ પરિવારના ઘરમાં કામ કરનાર નેપાળ મૂળના પતિ-પત્નીએ લૂંટના ઈરાદાથી ઘરના 4 સભ્યોને સૂપમાં ઝેરી પદાર્થ ભેળવીને પીવડાવી દીધો હતો. પણ એક સભ્યએ સૂપ નહોતો પીધો જેથી બન્નેનો પ્લાન ફેઈલ થઈ ગયો હતો. 4 સભ્યોની તબિયત લથડતા મોડી રાતે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સારી છે. સાથે જ નેપાળી પતિ-પત્ની ઘટના પછી ફરાર છે.

    પોલીસના જણાવ્યા પ્રમાણે, શનિવારે સવારે સૂચના મળી કે સરદારપુરા ડી રોડ પર રહેતા ધૂત પરિવારના 4 સભ્ય ઘનશ્યામ, જયેશ, શુભમ તથા નેહા શિકાર બન્યા હતા. આ પરિવારમાં મૂળ નેતાળના પતિ-પત્ની મોહન તથા કમલા ઘરના કામકાજ કરતા હતા.ગઈ કાલ સાંજે આ નોકરે પરિવારના સભ્યો માટે મંચૂરિયન સૂપ બનાવ્યો હતો. તેમણે આ સૂપમાં કોઈ ઝેરી પદાર્થ ભેળવી દીધો હતો.પરિવારના માલિકે તેમના પત્ની તથા બે બાળકો સાથે આ સૂપ પીધો હતો. પણ માલિકના ભાઈએ મૂડ ન હોવાથી સૂપ નહોતો પીધો. તેમના સૂપ ન પીવાથી નેપાળી દંપતીની ઘરમાં લૂંટની યોજના નિષ્ફળ થઈ ગઈ હતી. સૂપ પીધા પછી થોડીક વારમાં ચારેય સભ્યોની તબિયત લથડવાની શરૂ થઈ ગઈ હતી. તેમની તબિયત ખરાબ થતાની સાથે જ નેપાળી પતિ-પત્ની ત્યાંથી નાસી ભાગ્યા હતા.

    પોલીસનું કહેવું છે કે બન્નેનો ફોન હાલ બંધ આવી રહ્યો છે. પછી પરિવારના પાંચમા સભ્યએ પોતાના અન્ય સગા વ્હાલાને જણાવ્યું અને હોસ્પિટલ લઈને પહોંચ્યાં. હાલ તમામ સભ્યની તબિયત સારી છે. જેમાં 4 માંથી 2ની તબિયત વધુ લથડી હતી. પોલીસ ફોટાના આધારે નેપાળી દંપતીની તપાસ કરી રહી છે.

Download Our B K News Today App



Related News