ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયા સામે સતત નવમી શ્રેણી હારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-03 08:09:47
  • Views : 101
  • Modified Date : 2024-01-03 08:09:47

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 338 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 148 રન બનાવ્યા હતા અને ભારત 190 રનથી મેચ હારી ગયું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણી 0-3થી ગુમાવી છે.મુંબઈના વાનખેડે મેદાન પર રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી અને ફિબી લિચફિલ્ડની સદીની મદદથી મોટો સ્કોર બનાવ્યો. ફિબીએ આ ઈનિંગમાં 119 રન બનાવ્યા હતા, જેમાં 16 ફોર અને 1 સિક્સ સામેલ હતી. કેપ્ટન એલિસા હિલીએ પણ અહીં 82 રનની ઈનિંગ રમી હતી.જવાબમાં ભારતીય ટીમે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હતી અને સમગ્ર ટીમ 148 રનમાં આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 29 રન બનાવ્યા અને કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહીં. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ મેચમાં જીત બાદ વનડે શ્રેણીમાં ભારતીય ટીમની આ હાર થઈ હતી.આશ્ચર્યની વાત એ છે કે ભારત ઓસ્ટ્રેલિયા સામે સતત નવમી શ્રેણી હારી ગયું છે જે એક રેકોર્ડ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 53 ODI મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયા માત્ર 10 મેચ જીતી શકી છે જ્યારે ઓસ્ટ્રેલિયા 43 મેચમાં જીત્યું છે. આ બતાવે છે કે ઓસ્ટ્રેલિયન ટીમ કેટલી શક્તિશાળી રહી છે, જે માત્ર પોતાના ઘરે જ નહીં પરંતુ અન્ય ટીમોના ઘરમાં પણ પોતાનું વર્ચસ્વ દર્શાવે છે.પહેલી ODI- ઓસ્ટ્રેલિયા 6 વિકેટે જીત્યું બીજી ODI- ઓસ્ટ્રેલિયા 3 રને જીત્યું ત્રીજી ODI- ઓસ્ટ્રેલિયા 190 રને જીત્યું

Download Our B K News Today App



Related News