હૈદરાબાદની દવા ફેક્ટરીમાં ભીષણ આગ, આઠ લોકો દાઝ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 15:38:36
  • Views : 349
  • Modified Date : 2020-12-12 15:41:22

    હૈદરાબાદમાં આવેલી એક દવાની ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગી ગઈ હતી. આ ઘટના હૈદરાબાદના બોલ્લારામ વિસ્તારાના ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રમાં વિંધ્ય ઓર્ગેનિક્સ પ્રાઈવેટ લિમિટેડમાં બની હતી. આ દુર્ઘટનામાં આઠ લોકો ખરાબ રીતે ઘવાયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં સોલ્વેટ રાખેલું હતું, તેને અચાનક આગ પકડી લીધી. દાઝેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News