બાળકીના પેટમાંથી 210 સેમી લાંબો હેરબોલ નિકળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:45:21
  • Views : 99
  • Modified Date : 2025-06-01 10:45:21

- જયપુરની એસએમએસ હોસ્પિટલમાં સફળ ઓપરેશન

- શરીરમાંથી આટલો લાંબો હેરબોલ કોઇએ નથી કાઢ્યો, રેકોર્ડ સ્થપાયો હોવાનો ડોક્ટરોનો દાવો 

જયપુર :

 રાજસ્થાનના જયપુરમાં એસએમએસ હોસ્પિટલના ડોક્ટરોએ એક અભૂતપૂર્વ સર્જરી કરી હતી અને ૧૪ વર્ષની બાળકીના પેટમાંથી ૨૧૦ સેમી લાંબા હેરબોલ (વાળના ગોળા)ને બહાર કાઢ્યો હતો. અત્યાર સુધી આટલા લાંબા હેરબોલને કોઇના શરીરમાંથી બહાર ના કઢાયો હોવાના અહેવાલો છે. આ પહેલા ડોક્ટરોએ ૧૮૦ સેમી લાંબા હેરબોલને કાઢ્યો હતો.

આ બાળકી આગ્રાની રહેવાસી છે અને ૧૦માં ધોરણમાં અભ્યાસ કરે છે. છેલ્લા એક મહિનાથી તેને સતત પેટમાં દુખાવો રહેતો હતો. જેને કારણે તેને ઉલટી પણ આવતી હતી. બાદમાં પરિવાર તેને જયપુરની મોટી હોસ્પિટલમાં લાવ્યો હતો, ડોક્ટરોએ તપાસ કરતા શરૂઆતમાં પેટના ઉપરના ભાગે ગાંઠ જેવુ સામે આવ્યું હતું. સીઇસીટી સ્કેન પરથી જાણવા મળ્યું કે તેનું પેટ કોઇ અજાણી વસ્તુથી ભરેલુ છે. જે બાદ ડોક્ટરોએ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. 

Download Our B K News Today App



Related News