મહારાષ્ટ્રમાં ભીષણ રોડ અકસ્માત : લાકડાંથી ભરેલી ટ્રક અને પેટ્રોલ ટેન્કર અથડાતાં આગ લાગી, 9 લોકોનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 14:57:10
  • Views : 237
  • Modified Date : 2022-05-20 14:57:10

મહારાષ્ટ્રમાં ભીષણ રોડ અકસ્માત : લાકડાંથી ભરેલી ટ્રક અને પેટ્રોલ ટેન્કર અથડાતાં આગ લાગી, 9 લોકોનાં મોત

 

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં શુક્રવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. ઝડપી ગતિથી આવી રહેલી એક ટ્રક પેટ્રોલ ટેન્કર સાથે અથડતાં આગ લાગી હતી. ટ્રકમાં લાકડાં હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ટ્રકમાં બેઠેલા 7 લોકો અને પેટ્રોલ ટેન્કરમાંના 2 લોકોનાં આગથી દાઝવાને પગલે ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.

દુર્ઘટનામાં શબ એટલા ખરાબ રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ભીષણ દુર્ઘટના પછી ઘણા કલાકો સુધી ચંદ્રપુર શહેર તરફ આવવાનો રસ્તો જામ રહ્યો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આગની જવાળાઓના પગલે જંગલમાં આગ લાગી હતી.

 

દુર્ઘટના પછી નજીકના જંગલમાં આગ લાગી
ચંદ્રપુર સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સુધીર નંદનવારે જણાવ્યું કે શહેરના મુખ્ય રસ્તા પર અજયપુર ગામની પાસે ટ્રકનું ટાયર ફાટવાના કારણે તે અનિયંત્રિત થઈને સામેથી આવી રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી અને તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટના પછી ટેન્કરમાંથી પેટ્રોલ ફેલાવવાને કારણે આસપાસના ઝાડ સળગી ગયા છે. આગ વહેલી સવારે ચાર વાગ્યે લાગી હતી અને તેની પર નિયંત્રણ લાવવામાં શુક્રવારના સવારના 11 વાગ્યા હતા. ચંદ્રપુરથી ફાયર બ્રિગેડની એક ડઝન ગાડીઓને આગ ઓલવવા માટે ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. આ આગ પછી હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.

 

ફાયરબ્રિગેડ પર મોડું પહોંચવાનો આરોપ લાગ્યો
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અજયપુરથી ફાયરબ્રિગેડના લોકો દુર્ઘટના સ્થળે લગભગ એક કલાક પછી પહોંચ્યા હતા અને આગ પર નિયંત્રણ મેળવવામાં પણ કલાકો લાગ્યા હતા. રોડ અકસ્માતની માહિતી મળ્યા પછીથી ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને શબને ટ્રકમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં મોકલ્યા હતા.

 

Download Our B K News Today App



Related News